ફરી એક વખત રાજ્યમાં વરસાદને લઈએ મોટા સમાચાર સામે આવ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ફરી એક વખત ચોમાંસુ શરુ થશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ ગુરુવારથી લઈને શનિવાર સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ સહિત અનેક સ્થળોએ સારો એવો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ, પંચમહાલ, ખેડામાંમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, શુક્રવાર સુધીમાં નવસારી, વલસાડ બાદ રાજ્યના મહાનગરમાં તેમજ ખેડા, દાહોદ, મહિસાગર, સાબકાંઠા અને અરવલ્લી સહિતના પંથકમાં ભારે વરસાદ ખાબકી શકે છે. સાથે સાથે શનિવાર સુધીમાં તો ભરૂચ, સુરત સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે.
જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાતરવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હાવોનું સામે આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.