Gujarat Rain Update News: ગુજરાતમાં ચોમાસાએ જોરદાર જમાવટ કરી છે. ચોમાસાના આગમનની સાથે જ મોનસૂ, ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એણ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. આજે પણ રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના(Gujarat Rain Update News) 105 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો છે. તાપીના વાલોડમાં 24 કલાકમાં 4.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે વાલોડના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગે આગમી 4 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે સવારના 6થી આજે સવારના 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમરોળ્યું છે. જેમાં સૌથી વધુ વરસાદ બારડોલીમાં 6 ઈંચ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 24 તાલુકામાં 2 ઈંચથી લઈ 6 ઈંચ સુધી વરસાદ પડી ચુક્યો છે. જ્યારે આજે સવારથી બારડોલીમાં વરસાદ યથાવત હોવાથી અત્યારસુધીમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાતા ઘણી જગ્યા પાણી ભરાયા છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતને યલો એલર્ટ જાહેર કરવામાં પણ આવ્યું છે. આજે સુરત, ભાવનગર, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થઈ ચુક્યો છે.
24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ
દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો 24 કલાકમાં બારડોલીમાં 151 મીમી, મહુવામાં 139 મીમી, વાલોડમાં 137 મીમી, નવસારીમાં 130 મીમી, ગણદેવીમાં 111 મીમી, જલાલપોરમાં 102 મીમી સુધી વરસાદ નોંધાયો છે. વરસાદની લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે.
સુરતમાં રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ
સુરત શહેરમાં રાત્રે વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી હતી. જેથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રસ્તા હોય કે રહેણાંક વિસ્તારની શેરીઓ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બાઈક અને દુકાનની ખુરશીઓ પાણીમાં ગરકાવ
સુરતના ઉધના અને ડિંડોલી વિસ્તારના રસ્તાઓમાં ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પાણી ભરાતા એક આઈસ્ક્રીમની દુકાન અને ચાઈનીઝ વેચનારની દુકાનની બહાર પાર્ક કરેલી બાઈક અને દુકાનની ખુરશીઓ પાણીમાં તરતી જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.