હાલમાં તહેવારોની સીજન ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં અકસ્માત (Accident)ની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે આજ રોજ મહેસાણામાં આવા જ એક અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત બાદ સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરતા હાઇવે પર ચક્કાજામ (Villager block Unjha-Siddhpur Highway) કરી દીધો હતો. જે બાદમાં હાઈવે પર વાહનોની ચાર કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો છે કે તેમણે અનેક વખત રજુઆત કરી હોવા છતાં અહીં અંડરબ્રિજ નથી બનાવવામાં આવતો. લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માંગણી નહીં માને તો ભવિષ્યમાં પણ તેઓ રસ્તો બ્લોક કરશે.
આ ભયંકર અકસ્માતના અમુક ફોટો પણ સામે આવ્યા છે જેમાં જોવા મી રહ્યું છે કે, બંને વ્યક્તિઓ ટિફિન લઈને બાઇક પર સવાર થઈને કામ પર જઈ રહ્યા હતા. અકસ્માત બાદ ટિફિટ અને તેમાં રહેલું શાક-રોટલી સહિતનો સમાન રોડ પર જ પડેલો જોવા મળ્યો હતો. આ એવા દ્રશ્યો હતા જેને જોઈને ભલભલાનું કાળજું કંપી જાય.
મળતી માહિતી પ્રમાણે ઊંઝા સિદ્ધપુર હાઇવે પર મકતુંપુર ગામ નજીક એક અકસ્માત થયો છે. એક ટ્રલરે બાઇક સવાર બે લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોનાં મૃત્યુ થયા છે. અકસ્માત બાદ ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો અને હાઇવે પર વાહનોને અટકાવી દીધા હતા. લોકો રસ્તા પર જ બેસી ગયા હતા. જેના પગલે ચાર કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.
બનાવની જાણ થયા બાદ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે લોકોને સમજાવીને મહામહેનતે રસ્તા પરથી ખસેડ્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. આશરે બે કલાક સુધી અહીં ટ્રાફિકજામ રહ્યો હતો. મુખ્ય હાઇવે બે કલાક બંધ રહેતા ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.
આ મામલે ગામના સરપંચ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “છેલ્લા ત્રણ વર્ષથી અમે અહીં અંડરબ્રિજ બનાવવાની માંગણી કરી રહ્યા છીએ. અમે રજુઆત કરી કરીને થાક્યા છીએ. સરકારી અમારી વાત સાંભળતી નથી. અહીં વારંવાર અકસ્માત થાય છે. આજના અકસ્માત બાદ અમે ગામ લોકોએ એકઠા થઈને રસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.”
ગામ લોકોના કહેવા પ્રમાણે અકસ્માતમાં બાઇકસવાર બે લોકોનાં મોત થયા છે. જ્યારે રોડ પર ઊભા રહેલા અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી છે. સાથે સાથે ગામના લોકોએ એવી ચીમકી પણ ઊચ્ચારી છે કે જો ભવિષ્યમાં અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અહીં અકસ્માત થાય કે ન થાય, અમે આ જ રીતે રસ્તો બંધ કરી દઈશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle