ટીકીટ કપાતા કર્યો ભાજપના અગ્રણીને ફોન- ‘તમારા ઘરે આવીને આપઘાત કરીશ, હું પથારી ગરમ કરવાવાળી નથી સમજી લેજો’

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો…

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે. ત્યારે ચાંદલોડિયાની એક મહિલા કાર્યકર્તાની ટિકિટ કપાઇ જતાં તેણે ભાજપના અગ્રણી સુરેન્દ્ર પટેલને ફોન કરેલા આક્ષેપો અક્ષરશઃ અહીં મૂક્યા છે.

મહિલા: સાહેબ મુક્તાબેન મિસ્ત્રી બોલું
સુરેન્દ્ર પટેલ: બોલો

મહિલા: સાહેબ તમે જે મારા માટે ખોટું કર્યું ને પણ ભગવાનને જવાબ આપવા માટે તૈયાર રહેજો. રાજેશ્વરીને ટિકિટ તમે અપાવી અને મને કહ્યું કે મારી ટિકિટ તમે નથી કાપી, પણ મારો શ્રાપ છે તમને. એટલું યાદ રાખજો. કાર્યાલય પરથી બોલું છું. તમને કાપવામાં શું રસ હતો કે રાજેશ્વરીને ટીકીટ મળે એમાં તમને શું રસ હતો…
સુરેન્દ્ર પટેલ: એવું ભાઇ. તમારી પાસેની માહિતી ખોટી છે બહેન

મહિલા: માહિતી ખોટી નથી. સાચી માહિતી છે. હું તમારા ઘરે આત્મહત્યા કરવા આવું છું અને નામ તમારું લખીશ, સુરેન્દ્રકાકા.
સુરેન્દ્ર પટેલ: તમારે આ રીતે વાત નહીં કરવાની

મહિલા: સાહેબ હું તમારા ત્યાં આવું છું.
સુરેન્દ્ર પટેલ: હાલ મારી વાત સાંભળ બેન હમણાં તો બહાર છું. મારી ઓફિસે આવજે.

મહિલા: મારી ટિકિટ તમે જ કાપી છે, યાદ રાખજો મને તમારી બધી ખબર છે.
સુરેન્દ્ર પટેલ: મારી વાત સાંભળ તું શાંતિથી આવજે તને સમજાવીશ.

મહિલા: મને અત્યારે મારી ટિકિટ જોઇએ. તમે મને ઓળખો છો, તમે મારા વિસ્તારમાં આવ્યા હતા. તમે મારી ટિકિટ કઇ રીતે કાપી. હું અત્યારે ખાનપુર કાર્યાલય પર જ ઊભી છું. મારું નામ છેક સુધી હતું. તમને રાજેશ્વરી એટલી બધી કેવી રીતે વહાલી લાગી ગઇ કે તેને ટિકિટ અપાવી દીધી.
સુરેન્દ્ર પટેલ: મેં કાપી જ નથી તું ખોટી વાત કરે છે.

મહિલા: તમે કઇ રીતે કહી શકો કે નથી કાપી. સાહેબ હું પથારી ગરમ કરવાવાળી વ્યક્તિ નથી એટલું સમજી લેજો
સુરેન્દ્ર પટેલ: મેં નહીં પ્રમુખે કાપી છે.

મહિલા: કયા પ્રમુખે.
સુરેન્દ્ર પટેલ: શહેર પ્રમુખે.

મહિલા: શહેર પ્રમુખ જગદીશ પંચાલ કહે છે મેં નથી કાપી.
સુરેન્દ્ર પટેલ:શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને આઇ કે જાડેજાએ કાપી છે. મારું નામ ન દેશો.

અત્રે ઉલેખનીય છે કે, વસાણા, નારણપુરા, ગોટ, ચાંદખેડા, સરદારનગર સહિત અમદાવાદ શહેરના અનેક વોર્ડના પ્રભારી અને તેમના કાર્યકરો ટિકિટ કાપવામાં રોષે ભરાય છે. શુક્રવારે સાંજે ચાંદખેડાના વોર્ડ પ્રભારી પ્રતિમા સક્સેના ડઝનેક કાર્યકરો સાથે ભાજપ કાર્યાલય પર પહોંચી હતી અને ત્યારબાદ અન્ય વોર્ડના રોષે ભરાયેલા કેદીઓની કચેરીએ પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. વોર્ડના પ્રભારી અને 500 જેટલા કાર્યકરોએ અરજી લખીને પાર્ટી છોડી દેવાની ધમકી આપી હતી. સાંજે શરૂ થયેલી વિરોધની કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી.

ગુજરાતની અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મતની ગણતરી 23 ફેબ્રુઆરીએ થશે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તહસિલ પંચાયતો અને 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 2 માર્ચે મતગણતરી યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *