હાલમાં અતિભારે વરસાદને કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ ખાસ કરીને તો સૌરાસ્ત્ર્માંથી હાઈ-વે તેમજ રોડ પર ખાડા પડી જવાનાં સમાચાર સામે આવતા હોય છે. ખાડા પડયા એ તો સમજ્યા પરંતુ હાલમાં આ ખાડાને કારણે લોકોનાં જીવ પણ જોખમમાં મુકાઈ ગયાં છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.
દર વર્ષે ચોમાસાની ઋતુમાં મહેસાણા હાઇવે સહિત ઘણાં જિલ્લામાં કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલાં રોડ તેમજ રસ્તાઓ વરસાદનાં પાણીમાં ધોવાઈ જાય છે. હાલમાં ચોમાસાની ઋતુમાં પણ અત્યાર સુધીમાં મહેસાણાનાં ઘણાં વિસ્તારોમાંથી કેટલાંક રસ્તાની હાલત વરસાદમાં બિસ્માર હાલતમાં થઈ ગઈ છે.
મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઘણાં રસ્તાઓ ખાડાથી ઉભરાઇ આવ્યા છે. પરીસ્થિતિ એવી છે, કે મહેસાણામાં આવા બિસ્માર રોડ તેમજ રસ્તાને લીધે અકસ્માતની ઘટના વધી રહી છે તેમજ લોકો પોતાનાં જીવ પણ ગુમાવી રહ્યા છે.
મહેસાણામાં આવેલ નંદાસણમાં ખાડાને કારણે કુલ 2 લોકોનાં મોત થયા છે. નંદાસમાં રોડમાં મોટા ખાડમાં કાર પટકાઇ ગઈ હતી. ત્યારબાદ આ કાર ડિવાઇડરની સાથે અથડાઇ ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર કુલ 2 લોકોનાં કરૂણ મોત પણ થયેલાં છે.
મહેસાણામાં ખાડારાજને લીધે ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો છે. નંદાસણ પુલ પર ઇકો ગાડી ખાડામાં પટકાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર કુલ 2 લોકોનાં મોત તેમજ કુલ 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો.
આ બંને મૃતક મેઉ ગામનાં વતની હતાં.નંદાસણ પુલ પર ટૂંકા સમયગાળામાં ખાડા પડતાં ગુણવત્તા ઉપર પણ ઘણાં પ્રશ્નો થઈ રહ્યા છે. ખાડાને લીધે કુલ 2 આશાસ્પદ યુવાનનાં મોતની માટે જવાબદાર કોણ જેવાં ઘણાં પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews