મહેસાણામાં દેત્રોજ ગામ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ દર્દનાક મોત

Published on Trishul News at 6:41 PM, Sat, 10 February 2024

Last modified on February 10th, 2024 at 6:42 PM

Mehsana Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ ચાલી રહ્યો છે. રાજ્યના મહેસાણાના કડી-દેત્રોજ રોડ પર રેતી ભરેલા ડમ્પરને બાઈક ચાલક ટક્કર મારી ત્યાંથી ફરાર થયો હતો. ડમ્પરની નીચે આવી જતા બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અમદાવાદના દેત્રોજ ગામ પાસે અક્સ્માતની ઘટના બની હતી. અકસ્માત(Mehsana Accident) સર્જયા પછી ડમ્પર ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ભાગતો CCTVમાં કેદ થયો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ શરૂ કરી હતી.

મોરબીના પંચાસર રોડ પર ટ્રકની ઠોકરે મહિલાનું મોત નીપજ્યું છે. જે બનાવ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ ચાલુ કરી દેવામાં આવી હતી. જોકે મૃતકના પતિએ ટ્રક ચાલકે જાણી જોઇને ટ્રક હેઠળ પરિણીતાને કચડી હોવાની રજૂઆતને પગલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી દેવામાં આવ્યો હતો અને કેટલાક ચોકાવનારા ખુલાસાઓ થવા પામ્યા હતા.

તેવી જ એક અક્સમાતની ઘટના સુરતના કામરેજ નજીક પાસોદરા પાટિયા પાસે મોડી રાત્રે લક્ઝુરિયસ કાર ચાલકે બાઇક પર સવાર દંપતીને ટક્કર મારી હતી. થાર ગાડીમાં સવાર 5 યુવકોએ બેફામ કાર ચલાવી આ અકસ્માત સર્જ્યો હતો. જેમાં દંપતી ગંભીર પ્રમાણમાં ઈજા પોહચી હતી.

તેવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મુળી સરા રોડ પર સડલા નજીક અક્સમાત સર્જાયો હતો. ડમ્પરની પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે ત્રણેય મૃતકો મોરબીથી મુળી આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.