મહેસાણા(ગુજરાત): ભારતમાંથી અનેક બાળકો ગુમ થાય છે. ત્યારે મહેસાણા જીલ્લાના છેલ્લા 6 મહિનામાં ગુમ થયેલ બાળકો માંથી પોલીસે 65 બાળકો શોધી વધુ બાળકોને શોધવાની કામગીરી શરુ કરી છે. મહેસાણા જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર રેન્જ અને મહેસાણા જિલ્લા પોલીસ ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ગુમ થયેલા બાળકોને શોધવા માટે સ્પેશ્યલ ટીમ તૈયાર કરવામાં આવી હતી.
જેમાં 65 બાળકોની શોધ કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી મહેસાણા જિલ્લા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા એક થી 14 વર્ષના કુલ 7 બાળકો મળી આવ્યા છે. તેમજ 15 થી 18 વર્ષની 58 કિશોરી મળીને કુલ 65 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં મહેસાણા પોલીસને રાજસ્થાન, યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાંથી અપહરણ કરાયેલ બાળકોને શોધી કાઢવામાં સફળ રહી છે. સાથે સાથે અપહરણના ગુનામાં જોડાયેલા 70 જેટલા આરોપીની અલગ અલગ સમયે કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આટલી નાની ઉંમરના બાળકો ગુમ થવાથી તેમના વાલીઓ ખૂબ ચિંતિત થતા હોય છે. પોલીસ આવામાં ગુમ બાળકોને ઝડપથી શોધી ગુમ બાળકોના વાલીઓની ચિંતા દુર કરવામાં સફળ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.