સુરતમાં શરુ થઇ મોતની શાળા- નાના નાના ભૂલકાઓને કોરોનાના મુખમાં ધકેલવા પ્રી-સ્કુલ શરુ કરાઈ

સુરત: કોરોના કાળમાં દેશભરમાં આંગણવાડી થી લઈને શાળા કોલેજો તથા તમામ યુનિવર્સિટીનું ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ છે. બાળકોના જીવને જોખમમાં મૂકી શકાય તેને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે. સાથે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની મહત્વની ગણાતી પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે.

સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી પ્રી નર્સરી શાળામાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને બાળકોના જીવ જોખમમાં મુકવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, કોરોના મહામારીમાં પણ સુરત શહેરમાં કેટલીક પ્રિ-સ્કૂલ દ્વારા ઓફ્લાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

જ્યારે આ અંગેની માહિતી મળતા તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, 9- રાજરત્ન એન્કલેવ, નીશલ આર્કેડની પાછળ, ગેલેક્સી સર્કલ પાસે પાલ અડાજણ લિટલ મિલેનિયમ પ્રિસ્કુલ ખાતે પ્લે ગ્રુપ નર્સરી અને કિંડરગાર્ટનનાં બાળકોને સ્કૂલ પર બોલાવવામાં આવી રહ્યા છે. અઢી- ત્રણ વર્ષથી લઈને પાંચથી સાડા પાંચ વર્ષના બાળકોને આ શાળામાં કોરોનાની મહામારી દરમિયાન ઓફલાઇન શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. વાલીઓ પોતાના બાળકોને સ્કૂલથી ઘરે લઈ જતા નજરે પડ્યા હતા. આ અંગેની જાણ થતા લિટલ મિલેનિયમ પ્રિસ્કુલને બંધ કરવામાં આવી હતી અને આ સ્કૂલને 25000નો દંડ ઠપકારવામાં આવ્યો છે.

આ અંગેની જાણ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડોક્ટર આશિષ નાયકને થઈ હતી. મનપાના ડેપ્યુટી કમિશનર ડોક્ટર આશિષ નાયકે જણાવતા કહ્યું હતું કે પ્રિ સ્કૂલ કે શાળા કોલેજો શરૂ કરવા સંદર્ભે હાલમાં સરકાર દ્વારા કોઈ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી નથી. ક્યારેક આવા સંજોગોમાં જો કોઈ શાળા અથવા કોલેજ શરૂ હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જિલ્લા શિક્ષણ અધિકારી પણ આવી શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *