નીલગાયને બચાવવા બ્રેક મારતાં પલટી ગાડી- અકસ્માતમાં મહિલા પોલીસ કર્મીનું મોત

તાજેતરમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મહેસાણા રેલવે કોલોની પોલીસ લાઇનમાં રહેતાં મહિલા હેડ કોન્સ્ટેબલ કૈલાશબેન નીનામા સહિત પરિવાર વતન ભિલોડાના જાબચિતરિયા ગામેથી મહેસાણા પરત આવી રહ્યાં હતાં. આ દરમિયાન વિજાપુર- મહેસાણા હાઇવે પર દેવરાસણથી રામપુરા ચોકડી વચ્ચે રસ્તામાં નીલગાય આડી આવતાં ગાડી પલટી ખાઇ ગઇ હતી. જેમાં 6 વ્યક્તિને ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. અને હે.કો. કૈલાશબેન નીનામાનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા રેલવે કોલોની પોલીસ લાઇનમાં રહેતા 23 વર્ષીય રોહિત દિનેશભાઇ નીનામા તેમની ફોઇ હે.કો. કૈલાશબેન મગનભાઇ તથા તેમની બે દીકરી અને એક દીકરો ભિલોડાના જેસીંગપુરના કાન્તિભાઇ કોદરભાઇ ખરાડીની ગાડી ભાડે લઈને બપોરે 1 વાગે વતન ભિલોડા તાલુકાના જાબચિતરીયા ગામેથી મહેસાણા આવવા નીકળ્યા હતા.

આ દરમિયાન સાંજના 5 વાગ્યે મહેસાણા તાલુકાના દેવરાસણથી રામપુરા ચોકડી વચ્ચે રસ્તામાં અચાનક નીલગાય આડી આવી જતાં ગાડી ચાલકે એકદમ બ્રેક મારી અને ગાડી પલટી ગઇ હતી. આ અકસ્માતમાં ડ્રાઇવર કાન્તિભાઇ કોદરભાઇ ખરાડી, રોહિત દિનેશભાઇ નીનામા (23), સ્વિટી (17), હિમાંશુ (16) અને રૂચીકા (22)ને ઇજા થતાં 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત હે.કો. કૈલાશબેન મગનભાઇ નીનામાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેમના મૃતદેહનું સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ અકસ્માત અંગે રોહિત નીનામા દ્વારા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગાડીચાલક કાન્તિભાઇ ખરાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *