ગુજરાતમાં આવેલા ઉગતા પોરના મા મેલડીના આ ચમત્કારિક મંદિરમાં દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામનાઓ થાય છે પૂર્ણ

Meladi Mataji Mandir: આપણો ભારત દેશ અનેક ધર્મ સાથે જોડાયેલો દેશ છે.અહીંયા અલગ અલગ મંદિરો આવેલા છે.જે તેની અલગ શ્રદ્ધા અને માન્યતા ધરાવતા હોઈ છે.ત્યારે આજે અમે તમને રાજકોટમાં બિરાજમાન ઉગતા પોરના મેલડી માના મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ.જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે,આ મંદિર વર્ષો જુનુ અને ઐતિહાસિક મંદિર(Meladi Mataji Mandir) છે.અહિંયા આવતા દરેક ભક્તની મનોકામના પૂરી થાય છે.

ઉગતા પોરના મા મેલડી બિરાજમાન છે
ઉગતપુરનું મેલડી માતાજીનું આ મંદિર રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલું છે.આ મંદિરમાં ઉગતા પોરના મા મેલડી બિરાજમાન છે. આ મંદિરનું નિર્માણ આજથી 30 વર્ષ પહેલાં રિક્ષાચાલક દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર સવારે 7થી 12 અને સાંજે 4થી 11 વાગ્યા વચ્ચે ભક્તો માટે ખુલ્લું રહે છે. અહિંયા સાક્ષાત મા મેલડી કહેવાય છે.હાજરો ભક્તો અને શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે આવે છે.

30 વર્ષ પહેલા રિક્ષાચાલક દ્વારા બનાવવામાં આવ્યું મંદિર
અહિંયા જ્ઞાતિ જાતિના કોઈ પણ ભેદભાવ નથી.અહિંયાની માનતાથી વાંજિયાને દિકરા થયા હોય તેવા પણ દાખલા છે. આ મંદિરમાં માત્ર રાજકોટના જ નહિં પણ ગુજરાત સહિત અન્ય રાજ્યના ભક્તો પણ અહિંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે. ત્યારે આ મંદિરના ઇતિહાસ વિષે અહીંયા સ્થાઈ એક શ્રધ્ધાળુએ જણાવ્યું કે,30 વર્ષ પહેલાં દર રવિવારે ગોંડલ રોડ પર આવેલા સડકવાળા મેલડી માતાજીના દર્શન કરવા માટે જતા હતા. તેઓ 30 વર્ષ પહેલા રિક્ષા ચલાવતા હતા. તેમને વિચાર આવ્યો કે, તેઓ પણ મા મેલડીનું મંદિર બંધાવે. જે બાદ તેમને પોતાનો આ વિચાર તેમના મિત્રોને જણાવ્યો હતો અને બધા મિત્રોએ સાથે મળીને અહિંયા મંદિર બનાવ્યું હતું.

મંગળવારે અને રવિવારે માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે
આ મંદિર સૂરજ જે દિશામાં ઉગે એટલે કે પૂર્વ દિશામાં હોવાથી આ મંદિરનું નામ ઉગતા પોરના મેલડી માતાજી રાખવામાં આવ્યું હતું. ધીમે ધીમે લોકો આ મંદિરમાં આવવા લાગ્યા અને લોકોની શ્રદ્ધા વધતી ગઈ.લોકો અહિંયા દર મંગળવારે અને રવિવારે માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.અહિંયા અમદાવાદ, નાસિક તેમજ સૂરતથી મંગળવાર અને રવિવાર ભરવા માટે લોકો આવે છે. અહિંયા આવતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.તેમજ જે લોકો ઘરે બેસીને દિવો, નાળિયેર અને તાવાની માનતા રાખે તો પણ માતાજી તેની માનતા પુરી કરે છે.ઘરે બેસીને જ લોકો શ્રદ્ધા રાખે છે તો પણ માતાજી તેમની બધી માનતા પુરી કરે છે.

મેલડી માતાજી મંદિરનું એક ટ્રસ્ટ પણ છે
સાથે સાથે મેલડી માતાજી મંદિરનું એક ટ્રસ્ટ પણ છે. જેમાં 25 યુવાનો સેવા આપી રહ્યાં છે.આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. અહીં સમૂહ લગ્ન, ભાગવત સપ્તાહ અને નાની દિકરીઓ માટે ગરબીનું આયોજન કરવામાં આવે છે અને ગરમીમાં દીકરીઓને ભેટ પણ આપવામાં આવે છે.આ સાથે જ દર 3 મહિને તાવાનું આયોજન પણ કરવામા આવે છે, જેમાં 5 હજારથી વધુ ભક્તો પ્રસાદ લે છે.આ ટ્રસ્ટ દ્વારા સબવાહીનીની પણ નિ:શુલ્ક 24 કલાક સેવા શરૂ કરવવામાં આવી છે.