દ્વારકા(ગુજરાત): આજકાલ અંધશ્રધ્ધાના કિસ્સાઓ ઘણા વધી રહ્યા છે. ત્યારે ફરીવાર એવો જ એક અંધશ્રદ્ધા મામલે લોકોના હૃદય દ્રવી ઉઠે તેવો બનાવ બન્યો છે. જેમાં દ્વારકા(Dwarka)ના વચલી ઓખા મઢી ગામ(Vachli Okha Madhi village) નજીક અંધશ્રદ્ધામાં મહિલાની હત્યા કરવામાં આવી છે. 25 વર્ષીય મહિલાની મેલા-વળગાડ હોવાની માન્યતા સાથે ઢોર માર મારી ડામ આપી, ક્રૂરતા પૂર્વક હત્યા(Murder) કરવામાં આવી હતી. મૃતક મહિલાની એવી હાલત કરવામાં આવી છે કે, અમે તેના દ્રશ્યો પણ બતાવી શકાય તેમ નથી. મહિલાના મૃતદેહને દ્વારકા પોસ્ટમોર્ટમ(Postmortem) માટે ખસેડવામાં આવ્યા બાદ મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ(Forensic report) માટે જામનગર હોસ્પિટલ(Jamnagar Hospital) ખાતે લઇ જવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, મૃતક 25 વર્ષીય રમીલાબેન વાલાભાઈ સોલંકી આરંભડાની રહેવાસી છે અને તેને 3 સંતાનો છે. મૃતક મહિલાનો પરિવારનો માળો અંધશ્રધ્ધામાં વિખેરાયો મૃતક મહિલાના ત્રણ સંતાનોમાં પુત્ર 6 વર્ષ, બે પુત્રી જેમાં એક 4 વર્ષની બીજી પુત્રી 2 વર્ષની છે.
વિકસિત ગુજરાતમાં અંધશ્રધ્ધામાં એક મહિલા હોમાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઈ છે. ખંડેર જેવા મંદિરમાં વિધિમાં મહિલાને મેલું હોવાથી એવું જણાવી મેલું કાઢવા ઢોરમાર મારવામાં આવતા મહિલાનું મોત નીપજ્યું હતું. ભુવાઓ દ્વારા મહિલાને મસાણની મેલડી આવી કરીને માર મારવામાં આવ્યો હતો. આમ, વળગાડ અને મેલું તો નીકળતા નિકળ્યું પરંતુ, એ પહેલા મહિલાનો જીવ નીકળી ગયો.
મહિલાને મોતને ઘાટ ઉતારી દેનાર ઘરના જ ભૂવાઓ નીકળ્યા. તમામ 5 આરોપી મહિલાના દેર અને જેઠ છે અને તમામ ભુવાઓ જ હોવાથી સાથે મળી મેલું કાઢવા સાંકળો મારી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તમામ 5 ભુવા આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી મળશે. આ સમગ્ર ઘટનાને લઇને DySP સહિતની પોલીસ વિભાગની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સમાજનો ગ્રામીણ વિસ્તાર પછાત છે અથવા તો પછાત માનસિકતા ધરાવે છે. ભૂત અને વળગાડ જેવી બાબતોમાં ગ્રામવાસીઓ માનતા હોવાથી ભૂવાનાં વશીકરણમાં સર્વસ્વ હોમી દેતા અચકાતા નથી. આ દરમિયાન, દ્વારકા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના આજની માનસિકતાની ચાડી ખાય છે. કઈ સદીમાં જીવતા લોકો આવા શરણે જઈને જીવનું જોખમ વહોરે છે તેનો આ સચોટ કિસ્સો છે.
ત્યારે આવા સવાલ થાય છે કે, ટેક્નોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધા ક્યાં સુધી? ભણેલો ગણેલો વર્ગ હજુ સુધી કેમ સમજતો નથી? શિક્ષિત વર્ગ હજુ કેમ અંધશ્રદ્ધામાં માને છે? મૃતક મહિલાનો આખરે શું વાંક હતો? તમે કોઈ મહિલાને શરીર પર ડામ કેવી રીતે આપી શકો? કેમ ભુવાઓ હવે પોતાને ભગવાન ગણવા લાગ્યા છે? મહિલાને સાંકળ મારવાથી વળગાળ દૂર કેવી રીતે થઈ શકે? ડામ આપવાથી કયુ દુઃખ દૂર થાય છે? કોઈને વેદના આપવાથી દુઃખ દૂર થાય તેવા કોઈ પુરાવા છે? ભુવાના નામે ધતિંગ કરનારા વિરુદ્ધ ક્યારે થશે કાર્યવાહી? મહિલા સાથે આટલી હદે ઉત્યાચાર કરવાનો અધિકાર કોણે આપ્યો?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.