Rajkot Meldi Mataji: આજે આપણાં સુરાષ્ટ્રમા વિવિધ પ્રકારના લોકો વસવાટ કરે છે.જેમની શ્રદ્ધા અનેક પુરાણો મંદિરો સાથે જોડાયેલી હોઈ છે ત્યારે આજે અમે તમને રાજકોટમાં આવેલા મેલડી માતાજી( Rajkot Meldi Mataji )ના પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ રાજકોટના બેડી ગામમાં 2 મુખવાળા મેલડી માતાજીનું મંદિર આવેલુ છે.આ મંદિર વર્ષો જુનુ અને ઐતિહાસિક મંદિર છે.અહિંયા આવતા દરેક ભક્તની મનોકામના પૂરી થાય છે.આ માતાજી ગામ ગાંજાની મેલડી તરીકે ઓળખાઈ છે.બે મુખવાળા માતાજી અહિંયા સાક્ષાત મા મેલડી કહેવાય છે.અહિંયા દર અષાઢી બીજે આખા ગામનો જમણવાર થાય છે.અહિયા હાજરો ભક્તો અને શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે આવે છે.આ મંદિર રાજકોટથી 7 કિલોમીટર દૂર બેડી ગામ આવેલું છે, જ્યાં બે મુખવાળા મેલડીમાં બિરાજમાન છે. આ મંદિર વર્ષો જૂનું તેમજ રાજાશાહી સમયનું ઐતહાસિક મંદિર છે. કહેવાય છે કે, અહીં દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરે દૂર-દૂરથી લોકો દર્શનાર્થે આવે છે.
અન્ય રાજ્યના ભક્તો પણ અહિંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે
અહિંયા જ્ઞાતિ જાતિના કોઈ પણ ભેદભાવ નથી.અહિંયાની માનતાથી વાંજિયાને દિકરા થયા હોય તેવા પણ દાખલા છે. આ મંદિરમાં માત્ર રાજકોટના જ નહિં પણ ગુજરાત સહિત અન્ય રાજ્યના ભક્તો પણ અહિંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે. ત્યારે આ ગામના નવઘણભાઈએ જણાવ્યું હતું કે તેઓ 30 વર્ષથી માતાજીની સેવા કરે છે.માતાજીએ કડિયા કુંભારને ફાંસીએ છોડાવ્યો હતો.જેથી આ કડિયા કુંભારે અહિંયા એક ઓરડી બનાવી હતી.પણ માતાજીની રજા લેતા ભુલી ગયા હતા.જેથી માતાજી ત્યાં બેઠા રહ્યાં અને પછી આગળ મૂર્તિ બેસાડવા માટે કહ્યું હતું.માતાજીએ કહ્યું કે તમે અહિંયા મૂર્તિ બેસાડો હું બંને મુખે જમીશ.તેથી અહિંયા માતાજીની બેમુખી મૂર્તી છે.
અષાઢી બીજના દિવસે મેળા જેવો માહોલ હોઈ છે
સૌરાષ્ટ્રનું આ એક માત્ર મંદિર છે કે, જ્યાં માતાજી બેમુખે બિરાજમાન છે, તેથી ભક્તો આ મંદિર પ્રત્યે અનન્ય આસ્થા અને વિશ્વાસ ધરાવે છે. અહીં મંદિર ખાતે દર અષાઢી બીજે આખા ગામનો જમણવાર થાય છે. અષાઢી બીજના રોજ મંદિર ખાતે મેળા જેવો માહોલ સર્જાય છે.આ મંદિરે દર રવિવાર અને મંગળવારના રોજ માતાજીના દર્શન કરવા ભારે ભીડ જામે છે. અહીં દર 3 વર્ષે ચૈત્ર મહિનામાં માતાજીના હુકમથી માતાજીનો માંડવો કરવામાં આવે છે. ભક્તો માતાજીના માંડવામાં ઉલ્લાસભેર ભાગ લઈ ઉજવણી કરે છે.
નિઃસંતાન દંપતી આવે છે
કોઈ પણ યુગલના જીવનમાં સંતાન સુખની પ્રાપ્તિ ન હોઈ તો તેના માટે સમાજમાં જીવવું મુશ્કેલ બની જતું હોઈ છે.ત્યારે જે યુગલોને સંતાન નથી તેવા યુગલો આ દ્રીમુખી મેલડી માતાજીની માનતા રાખે છે અને તેમને સંતાનની પ્રાપ્તિ થયા પછી તે અહીંયા પોતાની શ્રદ્ધાથી રાખેલી માનતા પુરી કરવા આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube