સાપુતારા ઘાટમાર્ગમાં ટ્રક પલ્ટીને કાર પર જતાં પડીકું વળી ગયું, 4 લોકોના ઘટના સ્થળે જ મોત

Saputara Ghatmarg Accident: ડાંગ જિલ્લાના સાપુતારા નજીક માલેગાવ ઘાટ રોડ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે.ત્યારે ગુરુવારના રોજ સાપુતારા ઘટમાર્ગ( Saputara Ghatmarg Accident ) પર ટ્રકની બ્રેક ફેલ થઇ જતા કાર ચાલકને ટક્કર મારી હતી.ત્યારે ઘટનાના પગલે પોલીસની ટિમ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માલેગામ ઘાટમાર્ગ વાહન ચાલકો માટે ગોઝારો
ગિરિમથક સાપુતારા થી માલેગામ ઘાટમાર્ગ વાહન ચાલકો માટે દિનપ્રતિદિન ગોઝારો બનતો જાય છે. ટ્રકની બ્રેક ફેઇ થતાં સાપુતારા ઘાટમાર્ગ પર અકસ્માત થયો હતો.ત્યારે આ અંગે જો વિગતવાર કરીએ તો સાપુતારા ઘાટમાર્ગ પર ગુરૂવારે ટ્રકની બ્રેક ફેલ થતા પ્રવાસી કારને ટક્કર મારી હતી. જેના પગલે આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયાની જાણકારી સામે આવી છે. જોકે, બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે.

કારનો બુકડો બોલી ગયો
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગ પર આજે ગુરૂવારે બ્રેક ફેલ થતા ટ્રક પલ્ટીને પ્રવાસી કાર પર પડતા કારનો બુકડો બોલી ગયો હતો.પરિણામે કારમાં સવાર લગભગ ચાર લોકો ચગદાઈ ગયા હતા. આ પ્રવાસી કારમાં 4થી વધુ મુસાફરો દબાઇ ગયા હોવાનું સ્થાનિકોનું અનુમાન છે. ત્યારે સ્થાનિકો દ્વારા તમામને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ તંત્રની પણ મદદ માંગવામાં આવી હતી. તેમજ પોલીસના કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સલામતી માટે તંત્ર ક્રેન ની વ્યવસ્થા ઉભી કરે તે જરૂરી
સાપુતારા માલેગામ ઘાટમાર્ગ પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ક્રેઇન જેવી મહત્વના સાધનો પણ ન હોવાથી ગુજરાત કી આંખો કા તારા સાપુતારા ફરવા આવતા પ્રવાસીઓને અકસ્માત સમયે બચાવ કામગીરી કરવા લાચાર બની જતા હોય છે. ત્યારે ગુજરાત નું એકમાત્ર ગિરિમથક ની સાહેલગાહે આવતા પ્રવાસીઓ અને વાહન ચાલકોની સલામતી માટે તંત્ર ક્રેન ની વ્યવસ્થા ઉભી કરે તે જરૂરી છે