કસ્ટમ વિભાગ દ્વારા સોમવારે એક વ્યક્તિની દેશમાં સોનું સ્મગલ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ શારજાહથી સુરત એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટથી આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, તેણે સોનાને પોતાના શર્ટના કોલરમાં સંતાડી રાખ્યું હતું.
રિપોર્ટ અનુસાર, ધરપકડ કરાયેલા વ્યક્તિ પાસેથી 96.41 ગ્રામ સોનું મળી આવ્યું છે, જેને તેણે પીગાળીને એક પેસ્ટમાં બદલી નાંખ્યું હતું અને પોતાના શર્ટના કોલરમાં સંતાડી લીધું હતું. તેને આશા હતી કે, તે આ રીત અપનાવીને સુરત એરપોર્ટ પર લાગેલા સ્કેનર ચેકિંગની વચ્ચેથી સોનાને સંતાડીને લઈ જવામાં સફળ રહેશે. જપ્ત કરાયેલા સોનાની કિંમત આશરે 3.16 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
શારજાહથી સુરત આવનારી એર ઈન્ડિયા ફ્લાઈટમાં સોનાની તસ્કરીનો આ બીજો મામલો છે. આ અગાઉ 20 મેના રોજ કસ્ટમ વિભાગે સલાબતપુરામાં રહેતા એક તસ્કરની 200 ગ્રામ સોના સાથે ધરપકડ કરી હતી. આ તસ્કરે સોનાને એક પેકેટમાં બંધ કરીને પોતાના પ્રાઈવેટ પાર્ટ્સની વચ્ચે સંતાડ્યું હતું. આ સોનાની કિંમત આશરે 6.5 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ બે મામલાઓ સામે આવ્યા બાદ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ અધિકારીઓને વધુ સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.