વલસાડ(Valsad): રાજ્યના વલસાડ જિલ્લાના કપરાડા(Kaparada) તાલુકા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી(Bharatiya Janata Party)ના ગ્રૂપમાં સોમવારના રોજ રાત્રે ગ્રુપના એક સભ્યએ અશ્લીલ અને અભદ્ર વીડિયો(video) ગ્રુપમાં શેર કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેને લઈને અભદ્ર વીડિયો ગ્રુપમાં શેર કરનારા સભ્યને ગ્રુપમાંથી કાઢી નાંખવામાં આવ્યાં હતા. આ સોશિયલ મીડિયાના ગ્રુપમાં પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી(Jitu Chaudhary) સહિત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ હેમંત કંસારા(Hemant Kansara), ગુલાબભાઈ રાઉત(Gulabbhai Raut), કપરાડા ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ સહિતના અનેક અગ્રણીઓ આ ગ્રુપમાં સામેલ છે.
અભદ્ર વીડિયો શેર થતા અનેક લોકોમાં મચ્યો ખળભળાટ:
વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં સેમવારના રોજ રાત્રે ગ્રુપના એક સભ્ય દ્વારા અશ્લીલ વીડિયો શેર કરવામાં આવ્યા હતા. જેને લઈને કપરાડા પંથકમાં આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે. કપરાડા વિધાનસભા ગ્રુપના એડમીને અભદ્ર વીડિયો શેર કરનારા વ્યક્તિને તાત્કાલીક પણે ગ્રુપમાંથી કાઢી નાંખ્યો હતો.
આ કપરાડા વિધાનસભાના સોશિયલ મીડિયા ગ્રુપમાં પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત કપરાડા ભારતીય જનતા પાર્ટીના સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ સહિત અન્ય અનેક અગ્રણીઓ એક્ટિવ સભ્યો ગ્રુપમાં છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના વોટ્સઅપ ગ્રુપમાં યુવક દ્વારા અશ્લીલ વીડિયો મેસેજ GIF ફાઇલ મોકલતા અનેક લોકો ચોંકી ઉઠ્યા હતા અને આ મામલા અંગેના સમાચાર સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે પ્રસરતા ચર્ચાનો વિષય બન્યો છે.
અભદ્ર વીડિયો શેર કરનારાને ગ્રુપમાંથી તાત્કાલિક જ કરવામાં આવ્યો રિમુવ:
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ દ્વારા એવા લોકોને ગ્રુપમાં એડ કર્યા છે જે કોઈ પણ પ્રકારની મર્યાદા ન જાળવી શકે. આ પ્રકારની ચર્ચા કપરાડા અને વલસાડ જિલ્લાના સોશ્યલ મીડિયામાં વાયુ વેગે ચાલી રહી છે. જોવા જઈએ તો, જિલ્લા ભાજપ પ્રમુખે સોશ્યલ મીડિયાના ગ્રુપમાંથી અભદ્ર વીડિયો શેર કરનારા વ્યક્તિને તાત્કાલિક પણે રિમુવ કર્યો હતો. તેમજ જિલ્લા પ્રમુખ દ્વારા બાકી ગ્રુપમાં રહેલા લોકોને પણ સભ્યતા અને માન મર્યાદા જાળવવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.