પંજાબના જલંધર જિલ્લામાં એક 30 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે તેની જ પત્ની અને તેના પરિવારના ચાર સભ્યોને જીવતા સળગાવી દીધા હતા. આ ત્યારે બન્યું હતો જયારે તેઓ સુતા હતા. જ્યારે તેની પત્નીએ તેના પિયર માંથી ઘરેથી પાછા ફરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે આજ રોજ આ માહિતી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે પરમજીત કૌર તેના અગાઉના લગ્નના બે બાળકો સાથે પંજાબના જલંધર જિલ્લામાં તેના માતા-પિતા સાથે પાંચ-છ મહિનાથી રહેતી હતી.
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે કુલદીપ સિંહ ઇચ્છતો હતો કે પરમજીત લુધિયાણાના ખુર્શેદપુર ગામમાં તેના ઘરે પાછી આવે, પરંતુ તેણે પરત આવવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે કુલદીપ કથિત રીતે તેને અને બાળકોને મારતો હતો. જલંધરના પોલીસ અધિક્ષક સતબજીત સિંહે પીટીઆઈને ફોન પર જણાવ્યું કે સોમવારે મોડી રાત્રે કુલદીપ અને તેના બે સાથીઓએ પાંચેય વ્યક્તિઓ પર પેટ્રોલ છાંટી તેમને સળગાવી દીધા.
અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખ પરમજીત કૌર, તેના પિતા સુરજન સિંહ, માતા જોગીન્દ્રો અને તેના બે બાળકો અર્શદીપ (8 વર્ષ ) અને અનમોલ (5 વર્ષ) તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપીએ કહ્યું- મેં આગ લગાવી
કાલી સિંહે તેની પત્ની, પુત્રી અર્શદીપ કૌર, પુત્ર ગુરમોહલ સિંહ, સાસુ જોગીન્દ્રો અને સસરા સુરજન સિંહને જીવતા સળગાવી દીધા હતા. મળતી માહિતી મુજબ, ઘટનાને અંજામ આપ્યા બાદ કાલી સિંહે બૂમો પાડવાનું શરૂ કર્યું અને કહેવા લાગ્યો કે તેણે આગ લગાવી છે. આ અંગેની માહિતી મળતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા જ કાલી સિંહ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.