મોટાભાગે લોકો એમજ માનતા હોય છે કે, બ્રેસ્ટ કેન્સર માત્ર સ્ત્રીઓને જ થઈ શકે છે, પરંતુ પુરૂષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર. હોલિવૂડ સિંગર બિયોન્સેના પિતા મૈથ્યૂ નોલ્સે પણ ખુલાસો કર્યો છે કે, તે બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે, વેબસાઇટ ‘બીબીસી ડૉટ કો ડૉટ યૂકે’ અનુસાર, મૈથ્યૂએ ટીવી શો ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ના આગામી એપિસોડમાં તેમણે પોતાની આ બીમારી વિશે જણાવ્યું છે.
પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સરનાં લક્ષણ
પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સર ભાગ્યે જ જોવા મળે છે, જે સામાન્ય રીતે 60 વર્ષ કરતાં વધારે ઉંમરના લોકોમાં જોવા મળે છે. વાસ્તવમાં બ્રેસ્ટા કેન્સર બાબતે પુરૂષોમાં બહુ ઓછી જાગૃતતા જોવા મળે છે. એટલે મોટાભાગનાં લોકો તેનાં લક્ષણોને ઈગ્નોર કરે છે, જેના કારણે પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે. અહીં જાણો, એવાં કયાં લક્ષણો છે, જેને નજર અંદાર કરવાં ભારે પડી શકે છે.
છાતિમાં ગાંઠ બનવી
જો તમારી છાતિમાં ગાંઠ બનતી હોય તો, તેને ઈગ્નોર ન કરો. આ બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ હોઇ શકે છે, આ ગાંઠોમાં દુખાવો નથી થતો. જેમ-જેમ કેન્સર વધે છે, તેમ-તેમ તેનો સોજો ગરદન સુધી ફેલાઇ જાય છે.
નિપ્પલ અંદરની તરફ ઘૂસી જવા
ટ્યૂમર વધવાની સાથે-સાથે લિંગામેટ્સ બ્રેસ્ટને અંદરની તરફ ખેંચવા લાગે છે. એટલે નિપ્પલ્સ અંદરની તરફ ઘૂસી જાય છે. નિપ્પલની આસપાસની ત્વચા ડ્રાય પડવા લાગે છે.
નિપ્પલ ડિસ્ચાર્જ
જો તમને તમારા શર્ટની અંદર કોઇપણ પ્રકારઓ ડાઘ દેખાય તો, તેને ઈગ્નોર ન કરો. બિયૉન્સેના પિતાએ પોતાની હાલત વિશે ખુલાસો કરતાં જણાવ્યું કે, તેમને કેન્સર અંગે ત્યારે ખબર પડી જ્યારે તેમના શર્ટ પર લોહીના ડાઘ દેખાવા લાગ્યા હતા.
ખીલ જેવા ઘા
બ્રેસ્ટ કેન્સરમાં ટ્યૂમર ત્વચા પરથી જ બને છે એટલે કેન્સર વધવાની સાથે-સાથે નિપ્પલ્સ પર ખુલ્લા ઘા દેખાવા લાગે છે, આ ઘા પિંપલ્સ જેવા એખાય છે. આવાં કોઇ લક્ષણો દેખાય તો, તરત જ ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.