જે સ્ત્રી પોતાનાં પરિવારને દરેક પ્રકારની મુશ્કેલીઓંમાંથી બચાવે લેતી હોય છે. તે એક સલાહકાર બની પુરા પરિવારને સલાહ આપતી હોય છે, એ ખુબ પ્રશંસનીય છે અને સાથે તે પુરા પરિવારમાં સૌનું ખ્યાલ રાખતી હોય છે. આપણે ત્યાં કામશાસ્ત્ર અને કામસૂત્ર બે એવા પ્રાચીન ધર્મગ્રંથો છે કે જેમના વિશે લોકો વચ્ચે ખૂબ ગેરસમજ હોય છે. આજે અમે આપની એ ગેરસમજ દૂર કરીશું.
કામશાસ્ત્ર એ એક ભારતીય સાહિત્ય છે કે, જે કામદેવ અર્થાત્ ઇચ્છાનાં જ્ઞાન સાથે સંકળાયેલ છે. બીજી બાજુ કામસૂત્ર વ્યાવહારિક અભિવિન્યાસ તેમજ સ્પષ્ટીકરણ સાથે સંકળાયેલ છે. કામસૂત્રથી વિપરીત, કામશાસ્ત્ર એ સામુદ્રિક શાસ્ત્ર, એક વૈદિક પરંપરા છે કે જે વ્યક્તિનાં ચહેરા,હાવભાવ અને સમગ્ર શરીરનાં વિશ્લેષણની માહિતી છે.
તથા તેમના સાથી અને તેમના વ્યક્તિત્વ સાથે ઉપરાંત એક વ્યક્તિની અનુકૂળતાનાં વિશ્લેષણ અંગે પણ માહિતી આપે છે. શરીરમાં તલ, જન્મનાં નિશાન, પગ મહેરાબ અને વિવિધ લક્ષણો વિશે સામુદ્રિક શાસ્ત્રમાં દર્શાવાયેલું છે, પરંતુ કામશાસ્ત્રમાં ઇચ્છા, પ્રેમ અને યૌગ સંગતતા તથા લગ્નની અનુકૂળતાનાં લક્ષણો વિશે માહિતી દર્શાવાયેલી છે. આજે અમે આપને કેટલીક એવી મહિલાઓ વિશે જણાવીશું કે જે કામશાસ્ત્ર મુજબ લગ્ન માટે લાયક કે ગુણીયલ માનવામાં આવે છે.
જાણો શું છે એક સારી મહિલાનાં ગુણો
1. એક એવી મહિલા કે જે પોતાનાં પતિનાં પરિવારના બરાબરી વાળા પરિવારમાંથી આવે છે અને તેનું ઘર ઉચ્ચ હોદ્દા તથા સુખ-સુવિધા માટે પ્રસિદ્ધ હોય.
2. એવી સ્ત્રી કે જે બુદ્ધિશાળી હોય અને સાંસારિક ઘટનાઓ વિશે માહિતી જાણતી હોય. તેનું શિક્ષિત હોવું સમાજ અને તેના પરિવારનાં વિકાસને સુનિશ્ચિત કરે છે.
3. એવી સ્ત્રી કે જે પોતાની આજુબાજુનાં વાતાવરણમાં સાવચેત રહેતી હોય અને પોતાનાં કરતા નીચા પ્રકારનાં લોકો સાથે તથા ઊચ્ચ પ્રકારનાં લોકો સાથે સારી રીતે વ્યવહાર કરતી હોય.
4. એવી સ્ત્રી ધર્મ પ્રત્યે સન્માન અને તમામ રીત-રીવાઝો તેમજ સામાજિક કર્તવ્યોનો સ્વીકાર સમ્પૂર્ણ નિષ્ઠા સાથે કરતી હોય.
5. એવી સ્ત્રી કે જે દેવી લક્ષ્મીની જેમ પૈસા બચાવતી હોય અને પોતાના પરિવારની સહાય કરતી હોય. જેનો અવાજ દેવી સરસ્વતીની જેમ મધુર હોય અને દેવી પાર્વતીની જેમ પોતાનાં પતિ પ્રત્યે તે સમર્પિત હોય.
6. જે સ્ત્રીઓનાં ભાઈ-બહેન હોય છે, તેનામા બહુ ધૈર્યહોય. તે બાળકો સાથે સારો વ્યવહાર કરે. સાથે સાથે તેના સંબંધો પ્રત્યે સન્માન રાખતી હોય.
8. જે સ્ત્રી પોતાનાં પ્રેમ અને અંગત જીવન વિશે સારી રીતે જાણતી હોય.
9. જે સ્ત્રી પોતાના કરતા વડીલોનું સન્માન કરતી હોય. સાથે જ પોતાનાં કોઈ પણ કામ માટે વડીલોનો અભિપ્રાય લેતી હોય અને પોતાના જ્ઞાનને પોતાની અને પરિવારની ભલાઈ માટે ઉપયોગ કરતી હોય.
10. જે સ્ત્રી સારૂ જમવાનું બનાવી શકતી હોય. સાથે જ તે ક્યારેય કોઈને ભુખ્યા ન રાખતી હોય.
11. જે સ્ત્રી પોતાનાં પરિવારનાં મુશ્કેલીનાં સમયમાં પોતાનાં પરિવાર સાથે મજબૂતાઈ સાથે ઊભી રહે. સાથે જ પોતાનાં પ્રેમ અને વિશ્વાસથી પરિવારને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle