Gujarat Weather Forecast: ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ (Gujarat Meteorological Department) દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદ (Unseasonal rain)ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (Gujarat Weather Forecast) ના જણાવ્યા અનુસાર આગામી 28 અને 29 મેના રોજ કમોસમી વરસાદ (Rain forecast in Gujarat) ખાબકી શકે છે.
વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાને કારણે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 અને 29 મે ના રોજ કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. આ સાથે રાજકોટ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ પોરબંદર પાટણ અને મહેસાણામાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે બનાસકાંઠા સાબરકાંઠા વડોદરા અને આણંદ સહીતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વધુમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. તો તેની સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જેને કારણે આકરા તાપમાંથી રાહત મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.