ગુજરાત (Gujarat)માં ચોમાસાની શરૂવાતમાં જ મેઘકહેર સર્જાયો હતો. પરંતુ ત્યાર બાદ વરસાદે વિરામ લીધો હતો. ત્યારે ગુજરાતમાં વરસાદ (rain)નો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. માહિતી મળી આવી છે કે, રાજકોટ (Rajkot)ના જેતપુર(Jetpur) શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. જેતપુર તાલુકામાં વહેલી સવારે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ત્યારે હવે ફરી હવામાન વિભાગ દ્વારા આગી કરવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર ગુજરાતમાં થઈ રહી છે. જેના કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં મેઘો મનમુકી વરસશે. એટલે કે, આગામી 8, 9, 10 ઓગસ્ટ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત નવસારી, તાપી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં સારો વરસાદ પડવાનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશર છે.
હવે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યના 32 જિલ્લાના 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ જેમાં કચ્છમાં સૌથી વધારે 121.65 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 86.27 ટકા, સૌરાષ્ટ્રમાં 67.52 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.45 તેમજ ઉત્તર ગુજરાતમાં 62.45 ટકા વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં 120 એમ.એમ. નોંધાયો છે. જયારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 74.74 ટકા વરસાદ પડ્યો છે.
સુરત જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાનાં માંડવી નગર સહિત તાલુકામાં વરસાદી માહોલ જોવા મલ્યો છે. માંડવીમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.