Wather forecast Gujarat: દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)ના લીધે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જગતનો તાત ખેડૂત માવઠાનો માર સહન કરી રહ્યા છે. જોકે, હજુ પણ માવઠાનું સંકટ ટળ્યું નથી, કેમ કે સ્થાનિક હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી અનુસાર આજે પણ ગુજરાતના કેટલાક જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ(Unseasonal rain) ખાબકી શકે છે.
આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ત્યારે આજે અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, જામનગર, અમરેલી, કચ્છ અને દ્વારકામાં વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ આજે ભારે પવન ફૂંકાશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, આવતી કાલથી એટલે કે રવિવારથી માવઠાની સંભાવના નહિવત્ દેખાઈ રહી છે. આગામી રવિવારથી તાપમાનમાં પણ વધારો થઈ શકે છે અને આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે અને તાપમાનનો પારો ઊંચકાઈ તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના લીધે જગતનો તાત દુઃખી થયો છે. ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતનો ઉભો પાક પલળી જવાને કારણે તેમાં જીવાત પડવાથી અન્ય રીતે પણ નુકસાન થવા પામ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.