હાડ થીજાવતી ઠંડી વચ્ચે મેઘરાજાની બઘડાટી- કમોસમી વરસાદને લઈને કરેલી આગાહીને કારણે ધરતીપુત્રોની ચિંતા વધી

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે અમદાવાદ શહેરના ઓઢવ, પૂર્વના વસ્ત્રાલ, અમરાઇવાડી, કાંકરિયા, મણીનગર, ખોખરા, લાંભા, ઇસનપુર,…

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે અમદાવાદ શહેરના ઓઢવ, પૂર્વના વસ્ત્રાલ, અમરાઇવાડી, કાંકરિયા, મણીનગર, ખોખરા, લાંભા, ઇસનપુર, અને વટવામાં આગાહી મુજબ કમોસમી વરસાદ વરસ્યો હતો.

ઈસનપુર વિસ્તારમાં કમોસમી વરસાદના માવઠાને કારણે લગ્નની મજા બગાડી હતી. માવઠાના કારણે લગ્નમાં આવેલા મહેમાનોએ જમવાની થાળી લઈને દોડવાની ફરજ પડી હતી. વાદળછાયું વાતાવરણ પૂર્વ વિસ્તારમાં જોવા મળ્યું હતું તો કેટલાકમાં વરસાદ પડી રહ્યો છે.

સવારથીજ વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરીજનો આ કમોસમી વરસાદને કારણે પરેશાન થયા છે. કમોસમી વરસાદના ઝરમર ઝાપટા શહેરના છાણી, ગોરવા, સયાજીગંજ, નિઝામપુરા, ફતેહગંજ, સમા, હરણી સહિતના વિસ્તારમાં વરસ્યા હતો. ઠંડકભર્યા વાતવરણ વચ્ચે ખેડા જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે. વીજળીના કડાકા સાથે ગળતેશ્વર તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ખેડૂતોની મુશ્કેલીમાં વરસાદી ઝાપટા પડતા વધારો થયો છે.

સુરતમાં આવેલા હજીરામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યાં હતો. હજીરામાં ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડીમાં વધારો થયો હતો. કમોસમી વરસાદના કારણે હાલ લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આ કમોસમી વરસાદ વરસતા ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વડોદરાના સાવલીમાં વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને તેથી પાકને નુકસાન થવાની સંભાવના વધી રહી છે.

આણંદ જિલ્લામાં છુટા છવાયો વરસાદ વરસતા તમાકુ, ડાંગર, બાજરી, અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 કલાકમાં રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  આવતી કાલે સાબરકાઠા, દાહોદ, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગરમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *