બે ટેમ્પા અને કારનો રુવાડા બેઠા કરી દેતો ત્રિપલ અકસ્માત, બે લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં વલસાડ(Valsad) જિલ્લાના અતુલ હાઇવે(Atul Highway) ઉપર મુંબઈ બાજુ જઈ રહેલા એક ટ્રકનું અચાનક ટાયર ફાટ્યું હતું. જેને કારણે ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વલસાડ(Valsad) જિલ્લાના અતુલ હાઇવે(Atul Highway) ઉપર મુંબઈ બાજુ જઈ રહેલા એક ટ્રકનું અચાનક ટાયર ફાટ્યું હતું. જેને કારણે ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડિવાઈડર કુદાવીને ટ્રક સુરત બાજુ જતા ટ્રેક ઉપર દોડી ગઈ હતી અને સુરત તરફ જતા ટેમ્પો અને કારને ટક્કર મારતા ત્રિપલ અકસ્માત(Triple Accident) સર્જાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહત્વનું છે કે, અકસ્માતમાં સુરત બાજુ જઈ કાર અને ટેમ્પો ચાલકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માતની ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે કાર ચાલકની પત્નીએ ટ્રક ચાલક વિરુદ્ધ FIR દાખલ કરાવી છે.

જો વાત કરવામાં આવે તો વલસાડના અતુલ હાઇવે ઉપર મુંબઈ બાજુ જતો એક ટ્રકનું ટાયર ફાટતા, ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ડિવાઇડર કુદાવી સુરત તરફ જતા ટ્રેક ઉપર એક ટેમ્પો અને એક કાર બે વાહનોને ટક્કર મારી હતી, જેને કારણે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા, તાત્કાલિક ઘટના સ્થળે ઇજાગ્રસ્તોની મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા બનાવની જાણ 108 એમ્બ્યુલન્સ અને વલસાડ રુલર પોલીસની ટીમને કરવામાં આવી હતી. અકસ્માત સ્થળે બે બાળકો સહિત છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં સંદીપ પાટીલના પરિવારના ચાર સભ્યોને, અને ટેમ્પો ચાલકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જેમાં સુરત બાજુ જઈ ટેમ્પો નો ચાલક, શ્યામુ રામ ભવન અને કાર ચાલક, સંદીપ પાંડુરંગ પાટીલ નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ કરુણ મોત નીપજ્યું હતું અને સંદીપ પાટીલના દસ વર્ષના દીકરા ક્રિસિવ પાટીલને થયેલી ગંભીર ઇજાઓને લઈ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે મુંબઈ બાજુ જતા ટ્રક ચાલકને પારડી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત ના બનાવ અંગે ટ્રક ચાલક વિરુધ્ધ સંદીપ પટેલની પત્ની નયના પાટીલે વલસાડ રૂલર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ, પીએમ માટે મોકલી દેવામાં અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *