weather forcast in gujarat,ambalal patel: રાજ્યના અમુક વિસ્તારોને મેઘરાજાએ ઘમરોળ્યું છે. જેના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે તો અનેક નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો બીજી બાજુ ફરી વરસાદને લઈ હવામાન વિભાગની(weather forcast in gujarat,ambalal patel) નવી આગાહી સામે આવી છે. આવનાર 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે
હવામાન વિભાગની આગાહી અનુસાર ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદમાં વરસાદ થવાની સંભાવના છે તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આવતીકાલે ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ થવાની સંભાવના છે. દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે છે.
3 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
3 જુલાઈએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. દાહોદ, પંચમહાલ અને દ્વારકા તેમજ પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ થવાની સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં 2 જુલાઈએ વરસાદમાં ઘટાડો થશે. ગુજરાતમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે.
નર્મદા નદીમાં આવી શકે છે પૂરઃ અંબાલાલ પટેલ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ભારે વરસાદને લઈ નર્મદા નદીમાં પૂર પણ આવી શકે છે. આ ઉપરાંત તાપી નદીમાં પણ સામાન્ય પૂરની શક્યતા છે. ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવના છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube