ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ભારેથી અતિભારે વરસાદ (meteorological) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે બહાર પડેલી લેટેસ્ટ માહિતી અનુસાર, છેલ્લા 24 કલાલમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે (Surat) સુરતના માંગરોળમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કામરેજમાં 6.5 ઇંચ, ઉમરગામમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થયો છે. ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. ડાંગમાં સતત વરસાદને પગલે ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અંબિકા નદી પર આવેલો કુમારબંધ કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઇ છે. આહવામાં 1.12 ઇંચ અને વઘઇમાં 1.72 ઇંચ વરસાદ વરસ્યો છે. તો સુબિરમાં 1.28 ઇંચ અને સાપુતારામાં 1.56 ઇંચ વરસાદ પડ્યો છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરથી 15 થી 17 ઓગસ્ટે વરસાદ આવશે
ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 15 થી 17 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં 15 થી 17 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની અસરના કારણે 15 અને 16 ઓગસ્ટે એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
15 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 ઓગસ્ટના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી દ્વારકા પોરબંદર વડોદરા ભરૂચ ડાંગ સુરત તાપી ગીર સોમનાથ જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તો અમદાવાદ આણંદ બનાસકાંઠા દાહોદ ખેડા મહેસાણા પંચમહાલ પાટણ સાબરકાંઠા નર્મદા છોટા ઉદેપુર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ મોરબી રાજકોટ તેમજ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થઇ શકે છે.
16 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 ઓગસ્ટના રોજ દ્વારકા પાટણ બનાસકાંઠા વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદની તો મહેસાણા ગીરસોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે આપી છે.
17 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 ઓગસ્ટના રોજ હવામાન વિભાગના જણાવ્યાનુસાર બનાસકાંઠા દમણ દાદરાનગર હવેલી અને કચ્છમાં અતિભારે વરસાદ થઇ શકે છે તો મહેસાણા પાટણ દ્વારકા જામનગર અને મોરબીમાં ભારે વરસાદ થઇ શકે છે. અને 18 ઓગસ્ટના સોમા બનાસકાંઠા સાબરકાંઠા તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અને કચ્છમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જયારે અરવલ્લી દાહોદ ગાંધીનગર ખેડા વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews