હાલના સમયમાં દેશમાં જુદાં-જુદાં કુલ 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન બનેલા છે. આ ઉપરાંત એક મોનસૂની ટર્ફ અનુપગઢ, સીકર, ગ્વાલિયર, સીધી, રાંચી, જમશેદપુરથી લઇને હલ્દીયા સુધી, બીજો ટર્ફ દક્ષિણ ગુજરાત થી લઇને કર્ણાટક સુધી ફેલાયેલ છે. આને લીધે ગુજરાત, ઓડિશા, પ.બંગાળ, પૂર્વ યુપી, તટીય આંધ્રપ્રદેશમાં આગામી 4 દિવસોમાં અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે.
તો વળી,બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મત મુજબ દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આની સિવાય સુરત, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને નર્મદા, પંચમહાલ, ભરૂચ સહિતમાં ભારે વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
હાલમાં જ અરબી સમુદ્રની સાથે-સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે, આ સરક્યુલેશન ઉત્તરોતર થોડું ઉપર તરફ વધીને 6 અથવા 7 જુલાઈએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પહોંચી શકે છે, અને સોરાષ્ટ્રનાં ઘણાં ભાગમાં લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. તેમજ લો-પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો- પ્રેશર બનશે,તેથી સૌરાષ્ટ્રનાં ઘણાં ભાગોમાં અતિભારે વરસાદ થતાં જ 5-15 ઇંચ જેટલું પાણી વરસવાની સાથે આખાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની શકયતા છે.
રાજ્યના કેટલાંક ભાગોમાં વરસાદ થવામાં છે. દરિયાકિનારાના ઘણાં ભાગોમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થવામાં છે. આમ, છતાં રાજ્યના ઘણા ભાગો હજુ પણ વરસાદ સારો થયો નથી. ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણાં ભાગોમાં સારા વરસાદના વાવડ નથી. અરબી સમુદ્રનું વહન અને બંગાળના ઉપસાગરના વહનની વચ્ચે ખાંચો પડતો હોવાથી તેમજ બંગાળના ઉપસાગરનું વહન ભારેખમ ફરક્કા લઈને ન આવતો હોવાથી ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો સુધીમાં વહન પહોંચી શકતું નથી. સિંધ પ્રાંત રજપૂતાનામાં અને મધ્ય પ્રાંતમાં હવાનું દબાણ હોવા છતાં પણ હજુ રાજ્યના કેટલાંક ભાગોમાં સારા વરસાદ થવાંના વાવડ નથી.
આજે અષાઢ સુદ પૂનમનો ચંદ્ર જો વાદળોમાં ગરકાવ લઈ લે અને લીલો ભેજમય ઉગે તો રાજ્યના કેટલાંક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. અષાઢી પૂનમના ચંદ્રને ગામઠી ભાષામાં હાંડો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પૂનમે વાદળા બરાબર હોવા જોઈએ. અષાઢ વદ આઠમના ચંદ્રને ખાડો તરીકે ઓળખવામાં આવે છે. તારીખ 7 સુધીમાં દક્ષિણ ગુજરાતના ઘણાં ભાગમાં જેવાં કે આહવા, ડાંગ, વલસાડ તેમજ દરિયાકિનારાના કેટલાંક ભાગો જેવાં કે સુરત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી, બારડોલી, ભરૂચના ભાગોમાં પણ વરસાદ થાય. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં 10 ઈંચ કે તેથી પણ વધારે વરસાદ થવાની ધારણા રહે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ઘણાં ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગીર, જૂનાગઢના ભાગો વરસાદથી તરબોળ બને. પોરબંદરના ઘણાં ભાગો અને જામનગરના ઘણાં ભાગોમાં પણ વરસાદ પડે. કચ્છમાં પણ વરસાદ પડે. સોરઠના ભાગો અને ભાવનગરમાં પણ વરસાદ પડે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલે, સાપુતારા, અમદાવાદ, વડોદરા, ચોટીલા, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ થવાંની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા, સિદ્વપુર, પાટણ, કડી પંથકમાં પણ વરસાદ થવાંની શક્યતા રહે. સાણંદ, બાવળાના ભાગો, બેચરાજી, માંડલના ભાગોમાં પણ વરસાદ થવાંની શકયતા રહે.
જો, કે પુનર્વસુ નક્ષત્રમાં સૌરાષ્ટ્રના ઘણાં ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. પણ પુનર્વસુ નક્ષત્રનું પાણી કૃષિ-પાકોની માટે સારું ગણાતું નથી. તેથી, જમીન ભીની હોય તો કૃષિ કાર્યો કરવા સારા ગણાય નહીં. વરાપ થયે કૃષિ-કાર્યો કરવા સારા રહે છે. તા.15-22 જુલાઈ સુધીમાં સારા વરસાદ થવાંની શક્યતા છે. પુષ્ય નક્ષત્રનું પાણી સારું, તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.
કચ્છ પર સર્જાયેલા લોપ્રેસરને લીધે આગામી 5 દિવસ સુધીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પણ ભુજ સહિતનાં ઘણાં જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. આવું જ વાતાવરણ આગામી 5 દિવસ સુધી રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
આ બાબતે મળેલ વિગતો પ્રમાણે કચ્છમાં મેઘરાજાએ થોડા દિવસ વિરામ રાખ્યા પછી શનિવારથી છુટો-છવાયો વરસાદ પડવાની શરૂઆત થઇ હતી. રવિવારે પણ જિલ્લાનાં ઘણાં તાલુકાઓમાં વરસાદ પડયો હતો જેના પગલે અસહ્ય બફારો અને ગરમીમાંથી લોકોએ રાહત મેળવી હતી. બીજી બાજુ વધુ વરસાદની રાહ જોઇ રહેલા કચ્છી-માડુઓ માટે ખુશીના સમાચાર એ છે, કે હજુ 5 દિવસ સુધી કચ્છનાં કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે, કેમ કે કચ્છ પર લો પ્રેસર બનેલું છે. જેના લીધે કચ્છ અને કચ્છની આજુબાજુના વિસ્તારોમાં સારો વરસાદ વરસશે.
આ બાબતે હવામાન વિભાગના અધિકારી રાકેશ કુમારે જણાવતાં કહ્યું હતું કે, કચ્છ પર સર્જાયેલું લો પ્રેસર હજુ 4-5 દિવસ સુધીનું રહેશે. જેના લીધે આગામી 5 દિવસ માટે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.જો, લો પ્રેસર કે જે થોડું આગળ વધીને વેલ માર્કડ લોપ્રેસરમાં કન્વર્ટ થશે પરંતુ તેથી આગળ વધશે નહીં. વેલ માર્કડ લો પ્રેસરમાં જતાં જ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા પણ સર્જાશે. હવાની ગતિ 10 થી વધીને 15-20 કિમી પ્રતિ/કલાક ની થવાની સંભાવના પણ વ્યક્ત કરાઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news