Ambalal Patel Rain Forecast in Gujarat: હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ સપ્તાહમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. આ વચ્ચે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની(Ambalal Patel Rain Forecast in Gujarat) આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આવનાર દિવસોમાં ઉતર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. સાથે જ પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. તેમણે જણાવ્યું છે કે, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા યથાવત છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના વ્યક્ત છે.
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચમાં વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું છે કે, અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ વડાલી, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, નડીયાદ, આણંદ, વડોદરા, તારાપુર, પેટલાદમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમના જણાવ્યા મુજબ, કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદી બે કાંઠે થશે.
કચ્છમાં સિઝનનો 112.09 ટકા વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 51.34 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છમાં સિઝનનો 113.09 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો 52.2 ટકા વરસાદ ખાબક્યો છે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 68.23 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 44.35 ટકા વરસાદ પડ્યો છે. તેમજ મધ્ય ગુજરાતમાં 42.18 ટકા વરસાદ વરસ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube