ગુજરાત: 5 જુલાઈથી હવામાનમાં પલટો આવ્યો છે. હાલમાં ગરમી પડી રહી છે. વરસાદ અટકી જતા ખેડૂત ભાઈઓ ખુબ જ ચિંતામાં મૂકાયાં છે. જ્યાં પિયતની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં પાક સુકાઈ જવાનો ભય છે. છઠ્ઠી જુલાઈએ સૂર્ય પૂનવર્સુ નક્ષત્રમાં આવતા વરસાદના સંજોગો ઉજળા બનશે અને વરસાદ આવવાની શક્યતા છે.
8 જુલાઈ સુધીમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત, 9 જુલાઈથી 12 જુલાઈ સુધીમાં વરસાદી વાતાવરણ બનશે. 13 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હોવાનું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કોઈકોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. હાલમાં, કોઈ વરસાદી સિસ્ટમ ન બનતાં ચોમાસું અટકી ગયું છે. પરંતુ, 10મી જુલાઈ બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર શરૂ થશે. જેથી વરસાદ પડવાની શક્યતાઓ છે. ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
હાલમાં, વરસાદ દેશના પૂર્વીય ભાગ અન્ય મધ્યપ્રદેશ સુધી સક્રિય રહેશે. 10મી જુલાઈ બાદ દેશના પૂર્વીયક્ષેત્રો પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સમી, હારીજ, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતાઓ છે.
વરસાદ પાસોતર પણ થાય. પાસોતર વરસાદથી રવિપાક સારો થવાની શક્યતા છે. ઉપરાંત, 18 નવેમ્બર બાદ દરિયામાં વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. જેથી આ વખતે ગુજરાતમાં ઠંડીની શરૂઆત વહેલી થવાની શક્યતાઓ છે. પાસોતર વરસાદ અંગે જોઈએ તો 8, 9, 10 અને 11 સપ્ટેમ્બરે સારો વરસાદ થવાની શક્યતાઓ છે. વધુમાં જાણવા મળ્યું છે કે, 13મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડશે, જે ઉભા કૃષિપાકોના દાણ ભરાવા માટે સારૂ રહેશે. તેમજ સપ્ટેમ્બર માસનો વરસાદ અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં દાંતા વગેરે ભાગોમાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.