કળયુગી દીકરાએ નિંદ્રાધીન પિતાને મોતને ઘાટ ઉતારી દીધા- જાણો કયાની છે ઘટના

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પુત્રએ તેના પિતાની હત્યા એટલા માટે કરી કે, પિતાએ તેને તેની ગર્લફ્રેન્ડ…

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પુત્રએ તેના પિતાની હત્યા એટલા માટે કરી કે, પિતાએ તેને તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાની ના પાડી હતી. પિતાની હત્યા કર્યા બાદ પુત્ર ફરાર છે. ત્યારે પરિવારના સભ્યોનું કહેવું છે કે, ગર્લફ્રેન્ડ સાથે વાત કરતી વખતે પિતા અને પુત્ર વચ્ચે અવારનવાર દલીલો થતી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ ચાલુ છે.

મામલો ઔરૈયાના અજિતમલ કોટવાલીના ભીખેપુરનો છે, જ્યાં અરવિંદ કુમાર તેના પરિવાર સાથે રહેતા હતા. તેના પરિવારમાં તેને 10 પુત્રો અને 1 પુત્રી છે. મોટા દીકરા અને મોટા દીકરીના લગ્ન થયાં છે. 5 નંબરનો પુત્ર શિવમ એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. પિતા વારંવાર શિવમને તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાની ના પાડતા હતા. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. આથી ગુસ્સે થઈને શિવમે સૂઈ રહેલા પિતાની ત્રિશુલ મારીને હત્યા કરી હતી.

મૃતક અરવિંદના પુત્ર પ્રદીપે જણાવ્યું હતું કે, પિતાએ શિવમને આ બધુ કરવાની ના પાડી હતી, જેના કારણે શિવમ ગુસ્સે થઇ ગયો હતો. સોમવારે સાંજે શિવમ ઘરની બહાર નીકળ્યો હતો. મોડી રાત્રે શિવમ ઘરે પરત આવ્યો હતો. તેણે નજીકના મંદિરમાંથી ત્રિશૂળ કાઢી આવ્યો હતો અને સૂઈ રહેલા પિતાને મારીને ત્યાંથી ભાગી ગયો હતો.

પ્રદીપે વધુમાં જણાવ્યું હતું કે, પિતાના અવાજ પર જયારે બધા તેની પાસે ગયા ત્યારે તેઓ લોહીથી લથપથ હતા. તરત જ પિતાને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેનું ઘણું લોહી વહી ગયું હતું, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની માહિતી મળતા જ પોલીસે ગુનો નોંધ્યો હતો. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આરોપી શિવમની શોધખોળ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *