મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઈવે- કાર અને ટ્રકની ટક્કરમાં એક સાથે 8 લોકોના કરુણ મોત

Accident in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના વારાણસીમાં બુધવારે સવારે 7 વાગ્યે સર્જાયેલા માર્ગ અકસ્માત(Accident in Uttar Pradesh)માં 8 લોકોના મોત થયા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન…

Accident in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના વારાણસીમાં બુધવારે સવારે 7 વાગ્યે સર્જાયેલા માર્ગ અકસ્માત(Accident in Uttar Pradesh)માં 8 લોકોના મોત થયા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન લોકોને 3 વર્ષનું બાળક જીવતું મળી આવ્યું હતું. કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત પીડિતાનો પરિવાર પીલીભીતથી મુલાકાત માટે આવ્યો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને કબજામાં લઈ હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઘાયલ બાળકને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે માર્ગ અકસ્માત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા લોકો
પ્રાપ્ત માહિતી અનુસાર, ફુલપુર પોલીસ સ્ટેશનના કારખિયાંવમાં અર્ટિગા કાર અને ટ્રકની ટક્કર થઈ હતી. મૃત્યુ પામેલા તમામ 8 લોકો પીલીભીતના રહેવાસી હતા, જેઓ વારાણસી દર્શન માટે આવ્યા હતા. પરત ફરતી વખતે વારાણસી-જૌનપુર હાઈવે પર તેનો અકસ્માત થયો હતો.

મૃતકોની ઓળખ પીલીભીતના પુરનપુર પોલીસ સ્ટેશન હેઠળના રૂદ્રપુર ગામના રહેવાસી વિપિન યાદવ અને તેની માતા ગંગા યાદવ તરીકે થઈ છે. રુદ્રપુરના મહેન્દ્ર વર્મા અને તેમની પત્ની ચંદ્રકાલીએ પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. પુરનપુરના ધરમગદપુરના રહેવાસી રાજેન્દ્ર યાદવનું પણ મૃત્યુ થયું છે. 3ની ઓળખ હજુ બાકી છે.

મુખ્યમંત્રી યોગીએ ટ્વિટ કરીને વ્યક્ત કર્યો શોક
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ટ્વીટ લખીને માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. જેમાં તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઇજાગ્રસ્ત બાળકને શ્રેષ્ઠ સારવાર આપવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *