માનવ સંસાધન વિકાસ મંત્રાલયે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ની રચના માટે નિષ્ણાત સમિતિએ અભ્યાસક્રમમાં ભારતીય શિક્ષણ પ્રણાલીનો સમાવેશ કરવા જેવી ભલામણ કરી છે.
રાષ્ટ્રીય શિક્ષણ કમિશનની રચના અને ખાનગી શાળાઓ દ્વારા અમર્યાદિ રીતે ફી વધારવા પર પ્રતિબંધ મૂકવા ભલામણો સામેલ છે.
ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હરિદ્વાર લોકસભાના સાંસદ ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે માનવ સંસાધન મંત્રીનો કાર્યભાર સંભાળ્યો અને સમિતિએ તૈયાર ડ્રાફ્ટને મંત્રીને સોંપી દીધો હતો. પોલિસીના ડ્રાફ્ટમાં કહેવાયું છે કે જ્ઞાનમાં ભારતીય યોગદાન અને ઐતિહાસિક સંદર્ભ જ્યાં પણ સંલગ્ન હશે, વર્તમાન શાળાકીય અભ્યાસક્રમ અને પુસ્તકોમાં તેનો સમાવેશ કરવામાં આવશે.
નવી પૉલિસીના ડ્રાફ્ટમાં સૂચન છે કે ખાનગી શાળાઓને પોતાની ફી નક્કી કરવા માટે મુક્ત કરવી પરંતુ તેઓ તેમાં આક્રમક રીતે વધારો કરી શકશે નહીં, તેના માટે ઘણા સૂચનો આપવામાં આવ્યા છે. સમિતિએ ભારપૂર્વક જણાવ્યું છે કે શિક્ષણ અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ શિક્ષણ મંત્રાલય કરવામાં આવે.
સાથે જ તે કહેવામાં આવ્યું કે ગણિત, એસ્ટ્રોનોમી, ફિલોસોફી, મનોવિજ્ઞાન, યોગ, આર્કિટેક્ચર, દવાઓ સાથે સરકાર, ગવર્નમેન્ટ રીત, સમાજમાં ભારતનું યોગદાનને સામેલ કરવામાં આવે.
નિયમિત આધાર રાષ્ટ્રીય શિક્ષણ કમિશન અથવા NEC ની રચના કરવામાં આવે જેથી મૂલ્યાંકન અને સંશોધનની દ્રષ્ટિએ નિયમિત ધોરણે દેશમાં શિક્ષણનો અભિગમ વિકસિત કરી શકાય.
વર્તમાન શિક્ષણ નીતિ 1986 માં તૈયાર કરવામાં આવી હતી અને 1992 માં તેમાં સુધારો થયો. નવી શિક્ષણ નીતિ 2014 ની સામાન્ય ચૂંટણીના પહેલા ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્રનો ભાગ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.