આજના દિવસની રાહ કેટલાય સમયથી લોકો જોઈ રહ્યાં હતાં. કારણ કે, આજના દિવસે એટલે કે, 9 એપ્રિલનાં રોજ IPLની 14મી સીઝનનો શરૂઆત થવા માટે જઈ રહી છે કે, જેમાં સૌપ્રથમ મેચ આજે રમાવા માટે જઈ રહી છે. આ મેચ ગત સીઝનના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે સાંજે 7.30 વાગ્યે ચેન્નઈમાં રમાશે.
બન્ને ટીમ સૌપ્રથમ વાર એકબીજાની વિરુદ્ધ IPLની ઓપનિંગ મેચ રમશે. મુંબઈની કમાન રોહિત શર્માના હાથમાં છે જયારે RCBની કમાન વિરાટ કોહલીના હાથમાં રહેલી છે. RCBએ અત્યાર સુધીમાં કુલ 3 ઓપનિંગ મેચ રમી છે તેમજ તેને દરેકમાં હારનો સામનો કરવો પડ્યો છે.
RCBએ વર્ષ 2009, 2011 તથા 2016માં ફાઈનલની અંદર પણ પ્રવેશ કર્યો હતો પણ ખિતાબ જીતવા માટે તેનો પન્નો ખુબ ટૂંકો પડ્યો હતો. ગઈ સીઝનમાં આ ટીમ એલિમિનેટરમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હોવાથી આ વખતે કોહલી પાસે સૌપ્રથમ ટ્રોફી જીતવાની તક રહેલી છે.
ગત સીઝનમાં કોહલીએ ફક્ત 15 મેચમાં કુલ 466 રન બનાવ્યા હતા. જેથી RCBનો સેકન્ડ બેસ્ટ સ્કોરર રહ્યો હતો. આ સીઝનમાં ટીમ માટે સૌથી વધારે રન યુવા બેટ્સમેન દેવદત્ત પડ્ડિકલે બનાવ્યા હતા. તેણે 15 મેચમાં સૌથી વધારે એટલ કે, કુલ 473 રન ફટકાર્યા હતા.
રોહિતની કેપ્ટનશિપમાં ટ્રોફીની હેટ્રિક કરવાનાં એંધાણ:
મુંબઈની ટીમ 13માંથી ફક્ત 4 વાર કોઈપણ સીઝનની પ્રથમ મેચ જીતી શકી છે. વર્ષ 2013 બાદ MI એકપણ પહેલી મેચ જીત્યું નથી. જો કે, જ્યારથી તેઓ સૌપ્રથમ મેચમાં હારનો સામનો કરી રહ્યા છે ત્યારથી સીઝનની ફાઈનલમાં ટ્રોફીઓ પણ પોતાને નામ કરતા ગયાં છે.
વર્ષ 2013માં સૌપ્રથમવાર મુંબઈ ટ્રોફી જીતી ગયું હતું. ત્યારબાદ રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ અત્યાર સુધીમાં કુલ 5 વાર ચેમ્પિયન બની ચૂક્યું છે. આની સાથે જ મુંબઈ સતત 2 સીઝનથી ચેમ્પિયન બનતું આવ્યું છે. રોહિતની કેપ્ટનશિપમાં MI આ સીઝનમાં હેટ્રિક લગાવવા માટે ઊતરે એવી તૈયારી મુંબઈની ટીમ કરી રહી છે.
હેડ-ટુ-હેડ:
IPLમાં મુંબઈ તથા બેંગલોર વચ્ચે સરખામણી કરવામાં આવે તો MIનું પલડું ભારે જણાઈ રહ્યું છે. બન્નેની વચ્ચે અત્યારસુધીમાં માત્ર 27 મેચ રમાઈ છે કે, જેમાંથી MIએ 17 તેમજ RCBએ 10 મેચ જીતી છે. બેંગલોરની વિરુદ્ધ અંતિમ 10 મેચમાં મુંબઈનું પલડું ભારે રહ્યું છે.
આ દરમિયાન 8 વાર હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સીઝનમાં બન્ને ટીમની વચ્ચે ફક્ત 2 મેચ રમાઈ હતી કે, જેમાંથી બન્નેએ 1-1 મેચ જીતી હતી. એક મેચ સુપર ઓવર સુધી જતાં ખુબ રોમાંચક પણ રહી હતી કે, જેમાં RCBએ જીત મેળવી હતી.
મુંબઈનો IPLમાં સક્સેસ રેટ બેંગલોરથી વધુ:
મુંબઈએ અત્યારસુધીની લીગમાં કુલ 203 મેચ રમી છે કે, જેમાંથી તેઓ 120 જીત્યા તેમજ કુલ 83માં હારનો સામનો કરવો પડ્યો છે. RCBએ અત્યારસુધીમાં કુલ 196 મેચ રમી છે કે, જેમાંથી 91 જીતી તેમજ 101માં હારનો સામનો કર્યો છે. માત્ર 4 મેચમાં નિર્ણય આવ્યો ન હતો. મુંબઈનો સક્સેસ રેટ 59.11% જયારે RCBનો 47.13% રહેલો છે.
કોહલી પાસે 6,000 રન બનાવવાનો અવસર:
કોહલી IPLનો સૌપ્રથમ ખેલાડી છે કે, જેણે 5,000 રનનો પડાવ પાર કરી લીધો છે. અત્યાર સુધીમાં કુલ 192 મેચમાં 5,878 રન સાથે ટોપ સ્કોરર છે. કોહલી પાસે વર્ષ 2021ની સીઝનમાં 6,000 રનનો પડાવ પાર કરવાની તક રહેલી છે. જો તેણે આમ કરી દીધું તો તે IPLનો સૌપ્રથમ ખેલાડી બનશે કે, જેને આ પડાવ પાર કર્યો હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.