દારૂના રસિયાઓએ બુટલેગરની ગાડીનો અકસ્માત થતા તેને બચાવવાને બદલે ઉડાવી ગયા લાખોનો દારુ- જુઓ વિડીયો

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે. અવારનવાર ગુજરાતમાં દારૂ અંગે મોટા મોટા સમાચાર આપણી સમક્ષ આવતા હોય છે. હાલના સમયમાં સુરતમાં એક કાર તો અકસ્માત થયો હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અકસ્માત થયેલી કાર એક બુટલેગરની હતી. આ કારમાં લાખોનો દારૂ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે પોલીસ પહોંચે એ પહેલા જ લોકોએ ગાડી માં રહેલો દારૂ લઈને ફરાર થવા લાગ્યા હતા. વીડિયોમાં સાફ દેખાય છે કે અકસ્માત થયેલા બુટલેગરની કારમાંથી લોકો દારૂ પાડે ઉપાડે ને લઈ જતા નજરે ચડયા છે.

એક તરફ અકસ્માતમાં ગંભીર રૂપે ઘાયલ થયેલા બુટલેગરની મદદ કરવાની જગ્યાએ લોકો દારૂ લઈને ફરાર થઈ રહ્યા છે, જે વિડીયો દ્વારા સાફ સાફ દેખાઈ આવે છે. ગંભીર રીતે થયેલા અકસ્માતમાં કારચાલક ગાડી અને ટ્રક વચ્ચે દબાયો છે અને લોકો વ્યક્તિની મદદ કરવાને બદલે કારમા રહેલો દારૂ ની બોટલો ની લૂંટ કરતાં વીડિયોમાં કેદ થયા છે. આ વિડીયો સુરતના કીમ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. અવાર નવાર ગુજરાતમાં લાખો કરોડોના દારૂની હેરાફેરી થતી સામે આવતી હોય છે. હાલ સુરતના કીમ વિસ્તારમાં જ આવી ઘટના સામે આવી છે.

જેમાં એક બુટલેગરની કારનો ટ્રક સાથે અકસ્માત થાય છે અને એ કારમાં લાખોનું દારૂ હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે અકસ્માત થયો ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ બુટલેગરની મદદ કરવાની જગ્યાએ કારમાં રહેલો દારૂ લઈને ફરાર થઈ રહ્યા હતા, જે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી રહ્યો છે. અકસ્માતમાં ઘટનાસ્થળે પોલીસ પહોંચે એ પહેલાં જ અકસ્માત સ્થળે રહેલા લોકોએ કારમાંથી દારૂની બોટલો લઇને ફરાર થઈ રહ્યા છે. તે વીડિયોમાં દેખાઇ આવ્યું છે.

આ સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઇ હતી- જુઓ વિડીયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *