રાંચી(Ranchi): ભારતના પૂર્વ કેપ્ટન(Former Captain of India) મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni) ઘૂંટણના દુખાવાથી પરેશાન છે. દિગ્ગજ ક્રિકેટરો(Cricketers) આ સમસ્યા કોઈ મોટી હોસ્પિટલમાં નહીં, પરંતુ ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચી(Ranchi) પાસેના સુદુર ગામમાં એક ઝાડ નીચે બેસીને વૈદ્ય દ્વારા કરાવે છે. પ્રતિષ્ઠિત વૈદ્ય પરંપરાગત રીતે જંગલી જડીબુટ્ટીઓ (Herbs)ની મદદથી દર્દીઓની સારવાર કરે છે. દવાના ડોઝ માટે, તે દરેક દર્દીની જેમ ધોની પાસે પણ દવાની ફી તરીકે 40 રૂપિયાનો ચાર્જ લે છે.
#MSDhoni @msdhoni gets treatment for knee in #Ranchi village, doctor sits under a tree . pic.twitter.com/ws5EJxwc6C
— Jayprakash MSDian ?? (@ms_dhoni_077) July 1, 2022
રાંચીથી લગભગ 80 કિમી દૂર લાપુંગના ગલગલી ધામમાં દેશી ગાયના દૂધ, ઝાડની છાલ અને ઘણી જડીબુટ્ટીઓમાંથી દવાઓ બનાવવામાં આવે છે. જ્યાં મહેન્દ્ર સિંહ ધોની અહીં 4 વખત આવી ચૂક્યો છે અને તેનો ડોઝ લઈ ચૂક્યો છે. તેમના માતા-પિતાની પીડાની દવા પણ અહીંથી જ જાય છે.
આ વિશે વૈધ બંધન સિંહ ખરવારે કહ્યું કે જ્યારે ધોની તેની પાસે સારવાર કરાવવા પહોંચ્યો તો તેને પણ એ જાણકારી ન હતી કે તેની સામે ધોની છે. ટીવી પર જોવામાં અને રૂબરૂ જોવામાં ઘણો ફેર છે. જંગલી જડીબુડ્ડીઓની મદદથી પારંપરિક રીતે સારવાર કરતા વૈધ બંધન સિંહ ખરવારે જણાવ્યું કે તે દરેક દર્દીની જેમ ધોની પાસે પણ દવાની ફી તરીકે 40 રૂપિયાનો ચાર્જ લે છે. મળતી માહિતી અનુસાર, વૈદ્ય બંધન સિંહ ખેરવાર પાસેથી દવાઓ લેવા માટે ઘણા રાજ્યોમાંથી લોકો અહીં આવે છે.
સેલ્ફી લેવા માટે ઉમટી પડે છે પ્રશંસકો:
કહેવામાં આવી રહ્યું છે કે વૈદ્યની દવા ખાવાથી ધોનીને ઘણી રાહત મળી છે. તેમજ ધોનીના અહીં આવવાના સમાચાર સાંભળીને તેના ફેન્સ અહીં આવી રહ્યા છે. જેના કારણે ભીડ ભેગી થઈ ગઈ હતી, તેથી હવે ગામમાં પહોંચ્યા પછી તે કારમાં બેસીને દવાનો ડોઝ લઈને જતો રહ્યો હતો. છેલ્લા એક મહિના દરમિયાન ગામના ઘણા લોકોએ તેની સાથે તસવીરો પણ પડાવી છે.
એમએસ ધોની કોઇપણ વધારે સુરક્ષા કે તામઝામ વગર સામાન્ય દર્દીની જેમ રાંચીથી લગભગ 80 કિલોમીટર દૂર લાપુંગના ગલગલી ધામ પહોંચે છે. બતાવવામાં આવી રહ્યું છે કે ધોની ઘૂંટણની સારવાર માટે દર ચાર દિવસે અહીં પહોંચે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.