સિગારેટ જેવી વ્યસની લતમાંથી રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ રીતે મેળવ્યો છુટકારો- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યમાં યુવાધન(Youth) નશાખોરી(Addiction)ના રસ્તે જઈ રહ્યું છે અને તેની ખરાબ અસર સમાજમાં રહેલા અનેક લોકો પર પડી રહી છે. નશાયુકત પદાર્થો(Intoxicants) અને માદક દ્રવ્યો(Drugs)ની જાળમાં ફસાયેલા યુવાનોને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવી(Harsh Sanghvi)એ જણાવતા કહ્યું છે કે, આ ટેવ ખુબ જ બૂરી છે જે શરીર અને મન બંનેને ખોખલાં કરી નાખે છે. માટે આ ખરાબ રસ્તાને છોડીને યોગ્ય માર્ગ પકડે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવતા કહ્યું છે કે, જુવાનીના જોશમાં હું પણ પહેલા સિગારેટ(Cigarettes) પીવાની લતમાં સપડાઈ ગયો હતો. પરંતુ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ મને એક જ ટકોર કરી અને મે સિગારેટ જેવી વ્યસની લતને જીવનભર માટે છોડી દીધી હતી.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુવાઓને હાથ જોડીને અપીલ કરવા માંગું છું કે, યુવાનો પણ ડ્રગ્સ ફ્રી ગુજરાતના અભિયાનમાં જોડાય અને રાષ્ટ્રની સેવામાં લાગી જાય અને આ જાળમાંથી બહાર નીકળે. માદક દ્રવ્યો યુવાઓના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે અને આ દૂષણને દુર કરવા માટે યુવાઓ પણ માદક પદાર્થોની માહિતી પોલીસ સુધી પહોંચાડે તે ખુબ જ જરૂરી છે. યુવાનો સિગારેટ અને અન્ય કોઈ પણ ખરાબ લત પર ન ચડે તેવી મારી હાથ જોડીને ગુજરાતના તમામ યુવાનોને હાથ જોડીને વિનંતી છે.

વિદેશમાં પ્રવાસ માટે બહાર જવાનું થતું ત્યારે વધુ સિગારેટ પીતો:
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવતા કહ્યું છે કે, ડ્રગ્સ બાબતે દેશ સહિત રાજ્યના યુવાનોને સંદેશ આપતા તેમના ભૂતકાળના સિગારેટના વ્યસનને યાદ કરતા જણાવ્યું હતું કે, હું જ્યારે વિદેશ પ્રવાસ કરતો હતો અને કામ વધારે પ્રમાણમાં રહેતું હતું ત્યારે હું મોટા પ્રમાણમાં સિગારેટ પીતો હતો. પરંતુ PM મોદીના ધ્યાને આ વાત આવતા તેમણે મને ટકોર કરી હતી કે વ્યસન ન કરાય. ત્યાર બાદ મે અત્યાર સુધી ક્યારેય પણ સિગારેટ પીધી નથી અને યુવાનોને પણ હાથ જોડીને અપીલ કરવા માગું છું કે મનને મક્કમ રાખી વ્યસનની લત છોડી દેવી જોઈએ અને તેને ન છોડવામાં આવે તો સમાજને બરબાદી તરફ ધકેલી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન અને મારી મક્કમતાને લીધે મારુ સિગારેટનું વ્યસન છૂટી ગયું હતું.

નશા જેવા કેફી પદાર્થોને યુવાનો છોડે:
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવી પોલીસી અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, કેફી અને નશા કારક પદાર્થના વેપારને રોકવા માટે સરકાર કટિબંધ છે. રાજ્યના કોઈ પણ ખૂણે-ખાંચરે કોઈ પણ વ્યક્તિ નશાકારક પદાર્થ સેવન કરતો કે વેચતો હોય તેની બાતમી આપનારને સરકાર તરફથી પુરસ્કાર આપવમાં આવશે. જેમાં બાતમી આપનાર અને પોલીસ કર્મીઓ માટે ઇનામ આપવાનું વિચારવામાં આવ્યું છે. આ પોલીસીમાં બાતમી આપનારની માહિતી બાદ કાર્યવાહી થવાના કિસ્સામાં ઇનામ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *