રેલ રાજ્ય મંત્રી દર્શના જરજોષએ ખુદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જગ્યા પર જઈને કર્યું નિરીક્ષણ

ભારતીય રેલવે (Indian Railway) દ્વારા ડાયમંડ સિટી સુરત (Dimond City Surat) ખાતે બનાવવામાં આવનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સુરતના સાંસદ અને…

ભારતીય રેલવે (Indian Railway) દ્વારા ડાયમંડ સિટી સુરત (Dimond City Surat) ખાતે બનાવવામાં આવનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સુરતના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશને (Darshna Jardosh) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જવાબદારી મળવા લાગી છે. દર્શના જરદોશને પહેલા બુલેટ ટ્રેનની (Bullet Train) જવાબદારી આપવામાં આવી હતી અને હવે ચાર ધામને રેલવે માર્ગે જોડવાની જવાબદારી મળી ગઈ છે.

વડોદરાથી લઇને વાપી સુધી અલગ અલગ જિલ્લાઓમાંમાં બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતના અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કૉર્પોરેશનના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં બુલેટ ટ્રેન માટેની મોટાભાગની જમીનનું સંપાદન થઈ ગયું છે. તેમજ વડોદરાથી મહારાષ્ટ્રની બોર્ડર સુધી કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા 10 ફેબ્રુઆરીના રોજ સુરતના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશને (Darshna Jardosh) સ્ટેશનની પહેલી ઝલકના ફોટો મુક્યા હતા. રેલવે રાજ્યમંત્રી દર્શન ઝરદોશે ગુરુવારે સ્ટેશનની તસવીરો ટ્વીટ કરીને ખુલાસો કર્યો હતો કે, તેનું ઇન્ટીરિયર એક ચમકતા હીરા જેવું હશે.

સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની પહેલી ઝલક હું આપ સૌની સાથે શેર કરું છું. આ અત્યાધુનિક મલ્ટી લેવલ સ્ટેશનનો બહારનો ભાગ હશે અને સ્ટેશનનું ઇન્ટિરિયર ચમકતા હીરા જેવું હશે. સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની આ પહેલી ઝલક આપ સૌના માટે છે.

મળતી માહિતી અનુસાર, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. 508 કિલોમીટરના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના રૂટમાં કુલ 12 સ્ટેશન હશે. આ સ્ટેશનો સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ હશે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. એક વખત બુલેટ ટ્રેન શરૂ થયા બાદ અમદાવાદથી મુંબઈ સ્ટેપેજ લીધા વગર 2.07 કલાક અને સ્ટોપેઝ સાથે 2.58 કલાકમાં પહોંચી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *