ઓમિક્રોનના હાહાકાર વચ્ચે મોટા સમાચાર, ભારતને મળી કોરોનાની દવા અને વધુ 2 વેક્સિન- જાણો સંપૂર્ણ વિગત

કોરોના વાયરસ(Corona virus)ના વધતા જતા કેસ અને ઓમિક્રોન(Omicron)ના સંકટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાની 1 દવા અને બે નવી રસીઓને મંજૂરી આપી છે. CORBEVAX અને COVOVAX રસીઓ ભારતમાં મંજૂર કરવામાં આવી છે. આ સિવાય કોરોનાની દવા મોલનુપીરાવીરને પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે ભારતને અભિનંદન! કોવિડ-19 સામેની લડાઈને મજબૂત બનાવવા માટે, CDSCO, આરોગ્ય મંત્રાલયે એક જ દિવસમાં CORBEVAX રસી, COVOVAX અને એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીરના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આગામી ટ્વીટમાં લખ્યું છે કે CORBEVAX રસી કોવિડ-19 સામે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત RBD પ્રોટીન સબ-યુનિટ રસી છે, જે હૈદરાબાદ સ્થિત ફર્મ બાયોલોજીકલ-E દ્વારા બનાવવામાં આવી છે. તે હેટ્રિક છે! હવે ભારતમાં ત્રીજી રસી વિકસાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *