ગોંડામાં અપહરણ કરાયેલ બાળકને છોડાવાયો, 4 કરોડની ખંડણી માંગનારી મહિલાની ધરપકડ

ઉત્તર પ્રદેશના ગોંડા ખાતેથી અપહરણ કરવામાં આવેલા એક વેપારીના પૌત્રને પોલીસે સકુશળ પાછો મેળવી લીધો છે. અપહરણની આ ઘટનામાં 4 કરોડ રૂપિયાની ખંડણી માંગનારી એક યુવતીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ સાથે જ આ સમગ્ર ઘટનાક્રમમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અપહરણની ઘટના સામે આવ્યાના ગણતરીના કલાકોમાં જ યુપી પોલીસે આ સમગ્ર કેસ ઉકેલી નાખ્યો હતો અને ધરપકડ પહેલા પોલીસની બદમાશો સાથે અથડામણ થઈ હોવાના પણ સમાચાર છે.

અપહરણ કરાયેલા બાળકને હેમખેમ પાછો મેળવનારી એસટીએફની ટીમને સરકારે બે લાખ રૂપિયાનું ઈનામ આપ્યું છે. આ અથડામણમાં બે બદમાશોના પગે ગોળી વાગ્યાના પણ સમાચાર છે. યુપીના એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે પોલીસ કાર્યવાહીમાં બે ગુનેગાર ઉમેશ યાદવ અને દીપુ કશ્યપ ઘાયલ હોવાની માહિતી આપી હતી. તે સિવાય સૂરજ પાંડે, છવિ પાંડે અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં પોલીસે એક અલ્ટો ગાડી જપ્ત કરી છે અને તે સિવાય ગુનેગારો પાસેથી પિસ્તોલ અને બે તમંચા પણ મળી આવ્યા છે. હાલ ઘાયલ થયેલા અપહરણકારોની સારવાર ચાલી રહી છે. પોલીસ બદમાશોને મેડિકલ સેવા પૂરી પાડ્યા બાદ આગળની કાર્યવાહી કરશે. તે સિવાય આ કેસમાં સામેલ અન્ય લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી થશે.

શાસન તરફથી સ્થાનિક પોલીસ અને એસટીએફને 1-1 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ હાલ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી રહી છે અને આ કેસમાં સામેલ તમામ અપરાધીઓની ધરપકડ કરાઈ છે. આ કેસના મુખ્ય અપહરણકર્તા અને એક મહિલા બંને હાલ પોલીસના કબજામાં છે.

કેસની વિગતો પ્રમાણે ગોંડા ખાતે એક વેપારીના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. માસ્ક વહેંચવા આવવાના બહાને ગુનેગારોએ વેપારીના દીકરાનું અપહરણ કરી લીધું હતું અને ખંડણી માંગી હતી. અપહરણની ઘટના સામે આવ્યા બાદ પોલીસ પ્રશાસન અને એસટીએફની ટીમ તપાસમાં લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *