શુક્રવારે સવારે ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના ગોંડા નગર(Gonda Nagar) કોતવાલી(Kotwali) વિસ્તારના બહરાઈચ રોડ પર આવેલા આસારામ બાપુ આશ્રમ(Asaram Bapu Ashram)માંથી એક સગીર બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આશ્રમની અંદર લાંબો સમય પાર્ક કરેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ કબજે કર્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
નગર કોતવાલી વિસ્તારના ગ્રામ પંચાયત બિમૌરમાં રહેતી લગભગ મનોજ કુમારની 15 વર્ષની પુત્રી ખુશી પાંડે મંગળવારથી ઘરેથી ગુમ હતી. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો ન લાગતાં પરિવારજનોએ ગુરુવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કહેવાય છે કે, શુક્રવારે સવારે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે પોલીસે આશ્રમમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. નગર કોટવાલ પંકજ સિંહે જણાવ્યું કે મૃતદેહ ઘણા સમયથી પડ્યો હોય તેવું લાગતું હતું.
પોલીસ આશ્રમમાંથી અનેક લોકોને પૂછપરછ માટે લઈ ગઈ:
મૃતદેહ મળ્યા પછી પોલીસ આશ્રમના ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે. તે જ સમયે, પોલીસ દ્વારા મૃતદેહની હાલતમાં મળી આવેલી કાર વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આસપાસના લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
ત્રણ વર્ષથી યુવતીના પિતા ગુમ:
યુવતીના પિતા પણ છેલ્લા ત્રણ વર્ષથી રહસ્યમય રીતે ગાયબ છે. પોલીસ તેની પણ તપાસ કરી રહી છે. હાલ આશ્રમને તાળા મારી દેવામાં આવ્યા છે. આશ્રમની અંદર કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.