આંધ્રપ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સગીર બાળકી પર 80 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. 8 મહિના સુધી સગીરા સાથે આ ઘૃણાસ્પદ કૃત્ય ચાલુ રહ્યું. વાસ્તવમાં સગીરને દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. માહિતીના આધારે પોલીસે 19 એપ્રિલ મંગળવારના રોજ ગુંટુરમાંથી સગીરાને બચાવી લીધી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાની મુખ્ય આરોપી સવર્ણા કુમારીની પોલીસે ઓળખ કરી લીધી છે.
પોલીસે જણાવ્યું કે, જૂન 2021માં કોવિડ-19 મહામારી દરમિયાન આરોપી સવર્ણા કુમારીની હોસ્પિટલમાં પીડિતાની માતા સાથે પરિચય થયો હતો. દરમિયાન, સગીરની માતાનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સવર્ણા કુમારી સગીર બાળકીને લઈને તેના ઘરે ગઈ હતી. જોકે, યુવતીના પિતાએ આ વાત પોલીસને જણાવી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાને સવર્ણા કુમારીએ દત્તક લીધી હતી, ત્યારબાદ તેને દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી.
ઓગસ્ટ 2021માં છોકરીના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. તેના આધારે પોલીસે મુખ્ય આરોપી મહિલા સવર્ણા કુમારીની ઓળખ કરી હતી. આ કેસમાં પહેલી ધરપકડ જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. મંગળવારે 19મી એપ્રિલે ગુંટુર પશ્ચિમ ઝોન પોલીસે બી. ટેકના વિદ્યાર્થી સહિત વધુ 10ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અને પીડિતાની પૂછપરછ કરતાં પોલીસને પીડિતાની હાલતની દર્દનાક અને ચોંકાવનારી વાસ્તવિકતાની જાણ થઈ.
પોલીસનું કહેવું છે કે, આ કેસમાં આગામી સમયમાં વધુ ધરપકડો થશે. આ બાબતની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. એક આરોપી હાલ લંડનમાં છે. આ કેસમાં એક કાર, 53 મોબાઈલ, ત્રણ ઓટો અને ત્રણ બાઈક જપ્ત કરવામાં આવી છે. આમાં સંડોવાયેલા એકપણ આરોપીને બક્ષવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.