દુષ્કર્મના કેસો ખુબ જ વધતા જાય છે. આજે કોઈપણ જગ્યાએ છોકરીઓ સલામત નથી. હાલમાં એવી જ એક ઘટના મધ્યપ્રદેશમાંથી(Madhya Pradesh) સામે આવી છે. મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના શ્યોપુરમાં(Sheopur) 15 વર્ષની સગીર બાળકી સાથે સામુહિક દુષ્કર્મનો(Mass misconduct) મામલો સામે આવ્યો છે.
મળેલી માહિતી અનુસાર, સગીર તેના મિત્ર સાથે જંગલમાં ફરવા ગઈ હતી. તે દરમિયાન ત્રણ યુવકો ત્યાં પહોંચ્યા અને તેની સાથે સામુહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા. પીડિતાના નિવેદનના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.
15 વર્ષની સગીરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે સવારે તેના ગામથી કોઈ સંબંધીના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન તેનો મિત્ર મળી આવ્યો હતો અને બંને જંગલમાં ફરવા ગયા હતા. આ દરમિયાન તે જ ગામના રહેવાસી ત્રણ આરોપી મોહસીન, રિયાઝ અને સેહબાઝ ત્યાં પહોંચ્યા અને તેણીને બળજબરી કરવા લાગ્યા હતા. તેથી તેણીનો મિત્ર ડરીને ભાગી ગયો હતો, ત્યારબાદ ત્રણેય તેના પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.
ગ્રામ્ય પોલીસ સ્ટેશને સગીર પીડિતાના રિપોર્ટ પર ત્રણેય આરોપીઓ સામે કલમ 376D, 376 DA, 506 IPC, POCSO એક્ટની સાથે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી છે. પીડિતાનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ પીડિતા ખૂબ જ ડરી ગઈ છે અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પકડવા માટે સ્થળે સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.