તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ… ગણેશજીના આગમનની તૈયારી કરતા બે યુવકોને કરંટ લાગવાથી મોત

આજે ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi) છે. જેથી દરેક લોકો ગણેશજીની પૂજા અર્ચના કરે છે. ત્યારે આ સ્થિતિમાં એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, નડિયાદ (Nadiad)માં ગણેશ પંડાલમાં બે યુવકોના મોત નીપજ્યા છે. જેને પગલે પંથકમાં તહેવારના દિવસે શોકનો માહોલ વ્યાપી ગયો છે.

પ્રાથમિક વિગતો મુજબ ગણેશપંડાલમાં તાડપત્રી લગાવતી વખતે 3 યુવકને કરંટ લાગ્યો હતો. જેમાં 2 આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જયારે અન્ય એક યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, નડિયાદના પીજ રોડ ઉપર ગીતાંજલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેના કારણે સ્થાનિક 3 આશાસ્પદ યુવકો દ્વારા ગણેશપંડાલમાં તાડપત્રી લગાવવાણી કવાયત હાથ ધરાઇ હતી. જોકે વિધાતાને કઈક બીજું જ મંજૂર હોય તેમ ત્રણેયને તાડપત્રી લગાવતી વખતે કરંટ લાગ્યો હતો. 11 KVનો વાયર માથાના ભાગે અડી જતા આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

પળભરમાં ગણેશપંડાલમાં માતમ છવાયો:
વરસાદી વાતાવરણને કારણે તાડપત્રી લગાવવા જતાં ત્રણ યુવકોને કરંટ લાગતાં 2 યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. આજે ગણેશ ચતુર્થીના દિવસે જ કરૂણાંતિકા સર્જાતાં પળભરમાં ગણેશપંડાલમાં માતમ છવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *