કદાચ ટાઈટલ વાંચીને તમને એમ થશે કે લખનારને BCCI ના સેક્રેટરી જય શાહ (Jay Shah) સામે વ્યક્તિગત તકલીફ હશે. પણ કદાચ હવે આગળ તમે જે વાંચશો એ વાંચીને તમે જ બોલશો કે આ વ્યક્તિગત તકલીફ નહિ પણ હજારો ગુજરાતી અને ભારતીય લોકો પાસેથી 500% નફો મેળવીને લુંટાનારની વેદના છે. 568 લોકોને 108 બોલાવવાનું નોબત આવી હોવાનું બહાર આવ્યું છે. કેમ કે સ્ટેડીયમ માં બરાબર પીવાના પાણીની વ્યવસ્થા નહોતી, કે પછી પીવાનું પાણીતો હતું જે 500% મોંઘુ હતું.
જય શાહની આગેવાનીમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જે લુંટ મચાવાઇ, એની રાહત કદાચ પાકિસ્તાનને હરાવી દેનાર ભારતની ટીમને જોઇને દર્શકોને મળી ગઈ હશે. પણ સ્ટેડીયમ બહાર નીકળીને જે ઉહાપોહ દેખાયો એ ખરેખર દયનીય છે. ભાજપના કાર્યકરો અને નેતાઓને મફત મેચ ટીકીટ અને મફત ખાવા પીવા બોલાવનાર જય શાહ કે જે દર્શકોની ટીકીટના રૂપિયાથી ગુજરાત ક્રિકેટ એસોશિયેશન અને BCCI ની તિજોરી ભરી રહ્યા હતા, એ દર્શકોને જાણે નજરઅંદાજ કરી ગયા હોય એવું ફરી એક વાર દેખાયું.
ગતરોજ અમદાવાદના નમો સ્ટેડીયમમાંથી 108 ઈમરજન્સી સેવા ને 568 દર્શકો માટેના ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા. કેટલાક ને તો હોસ્પિટલ પણ લઇ જવાયા હતા. આનું કારણ હતું ડીહાઈડ્રેશન, ગરમી. માની શકીએ કે કદાચ મોંઘુ પાણી ન પીવા જવાની આળસ કે કંજુસાઈ ને કારણે કદાચ આ ઘટનાઓ ઘટી હશે. પણ શું આ દર્શકોમાં કોઈ IAS, IPS કે નેતા દેખાયા? એ લોકો પણ આ મેચ જોવા પહોંચ્યા હતા અને એ પણ કોમ્પલીમેન્ટરી ટીકીટો સાથે, જે જય શાહ દ્વારા બંધ કવરમાં એક પત્ર સાથે મોકલાઈ હતી.’
અમદાવાદમાં આ મેચ કવર કરનાર એક પત્રકાર જયેશ ચૌહાણ ટ્વીટ કરતા લખે છે, Ahmedabad માં સવારના 7 વાગ્યાથી INDvPAK નો મેચ પૂર્ણ થયો ત્યા સુધી સ્ટેડિયમ અને તેની આસપાસ રહ્યો.. કેટલીક બાબતો નોંધી IAS-IPSના પરિવારોને ટિકિટો મળી. સામાન્ય લોકો ટિકિટો માટે કેટલાય સમયથી રખડતા રહ્યાં પોલીસ-અધિકારીઓની કારમા પરિવારો દેખાયા..કેટલાક તો કારમાં ટિકિટ વિના જ ઘુસ્યા” આ વાત પરથી અંદાજ લગાવી શકાય કે જય શાહ નું નામ અમે શા માટે લખ્યું? અમદાવાદ ભાજપના કાર્યકરો અને આગલી હરોળના નેતાઓને ટીકીટો મોકલાઈ જયારે સામાન્ય માણસોને લાઈનમાં ઉભા રહેવા છતાં ટીકીટ નસીબ ન થઇ.
#Ahmedabad માં સવારના 7 વાગ્યાથી #INDvPAK નો મેચ પૂર્ણ થયો ત્યા સુધી સ્ટેડિયમ અને તેની આસપાસ રહ્યો..કેટલીક બાબતો નોંધી
IAS-IPSના પરિવારોને ટિકિટો મળી..સામાન્ય લોકો ટિકિટો માટે કેટલાય સમયથી રખડતા રહ્યાં
પોલીસ-અધિકારીઓની કારમા પરિવારો દેખાયા..કેટલાક તો કારમાં ટિકિટ વિના જ ઘુસ્યા
— jayesh cHauHaN (@JournoJayesh) October 14, 2023
ખેર, GCA એક પ્રાઈવેટ બોડી છે જેના પર સીધું નિયંત્રણ સરકાર ન કરી શકે એવું માની લઈએ તો પણ જીવ દયામાં માનનાર જય શાહને આવા હજારો સામાન્ય નાગરિકોને લુંટતા કેમ ન બચાવી શક્યા? શું જય શાહની નૈતિક જવાબદારી નથી? જો જય શાહ જવાબદાર નથી તો પછી તેઓએ આ અવ્યવસ્થા બાબતે પગલા લેવા જોઈએ કે નહિ? જાહેરાત કરાઈ હતી કે ચાર લાખ પાણીની બોટલ ફ્રી માં આપવામાં આવશે! તો શું આ ચાર લાખ બોટલ પૂરી સંખ્યામાં ખરેખર સ્ટેડીયમમાં પહોંચી હતી? કે પછી VIP ઓ ને જ સાચવવા વ્યવસ્થા હતી? જો સફળ આયોજનનો યશ જય શાહ ને મળતો હોય તો અવ્યવસ્થાના સવાલો જય શાહ ને ના હોય?
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube