હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ઇન્ડોનેશિયામાં શ્રીવિજયા એરલાઇન્સનું વિમાન શનિવારે ગુમ થયું હતું. જેમાં કુલ 62 લોકો સવાર હતા. એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી વિમાનનો કંટ્રોલ ટાવરથી સંપર્ક તૂટી ગયો હતો. દરિયામાં કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનોના ટુકડા નજરે આવ્યા છે. જો કે, ગુમ થયેલ વિમાનના છે કે નહીં એની અંગેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
શ્રીવિજયા એરનો ગુમ થયેલ ફ્લાઇટ નંબર SJ 182 હતો. FlightRadar24 નાં મત પ્રમાણે બોઇંગ 737-500 વર્ગનું વિમાન જકાર્તાના સુકર્ણો-હટ્ટા એરપોર્ટથી ઉડાન ભરી હતી. ટેક ઓફના 4 મિનિટ બાદ વિમાન એ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક ગુમાવ્યો હતો. આ સમય દરમિયાન વિમાન કુલ 10,000 ફૂટની ઉંચાઇએ હતું.
અકસ્માત સ્થળે સર્ચ શિપ તથા બચાવ ટીમ મોકલવામાં આવી:
વિમાનનો જે જગ્યાએ ATCથી સંપર્ક તૂટ્યો હતો ત્યાં સમુદ્ર છે, જેથી તે ઘટનાસ્થળે સર્ચ જહાજો તથા બચાવ ટીમો મોકલી દેવામાં આવી છે. મળી રહેલ જાણકારી પ્રમાણે, આ વિમાન કુલ 26 કરતાં પણ વધારે વર્ષથી જુનું હતુ. વર્ષ 1994માં અમેરિકાની કોંટિનેંટલ એરલાઇન્સ દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ત્યારપછી વિમાનને શ્રીવિજય એરલાઇન્સ દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું.
Sriwijaya Air flight #SJ182 lost more than 10.000 feet of altitude in less than one minute, about 4 minutes after departure from Jakarta.https://t.co/fNZqlIR2dz pic.twitter.com/MAVfbj73YN
— Flightradar24 (@flightradar24) January 9, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle