વડોદરામાં મોડી રાત્રે રહસ્યમય રીતે ગુમ થયેલા 19 વર્ષીય યુવકની લાશ મળતા હાહાકાર, હત્યારાએ આપ્યું દર્દનાક મોત

હત્યા (Murder)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ હત્યાની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે,…

હત્યા (Murder)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ હત્યાની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, વડોદરા (Vadodara)માં મોડી રાત્રે રહસ્યમય રીતે ગુમ થયેલા માંજલપુર(Manjalpur) વિસ્તારના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. યુવકની ફેંકી દેવાયેલી લાશ સયાજીગંજ અલંકાર ટાવરમાંથી મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. હાલ આ અંગી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયો હોવાની જાણકારી આપી હતી:
મળતી માહિતી અનુસાર, દક્ષ હસમુખભાઈ પટેલ (19) નામનો મૃતક યુવાન એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તેમજ તે શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતો હતો. આ દરમિયાન ગત રાત્રે 11 વાગ્યાએ એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ સવાર સુધી ઘરે પરત ન ફરતાં પરિવાર ચિંતિત થઇ ગયો હતો.

સવાર સુધી ઘરે પરત ન ફરતા પરિવારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયા હોવાની જાણકારી આપી હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમજ દક્ષ પટેલની શોધખોળ આરંભી હતી. ત્યારબાદ પોલીસને સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવર પાસેથી દક્ષ પટેલનું એક્ટિવા મળી આવતાં પોલીસે આસપાસ આવેલી દુકાનોના CCTV ફૂટેજ જોતાં દક્ષ પટેલ દેખાઈ આવ્યો હતો.

તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો:
આ પછી પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા પોલીસને જાણકારી મળી હતી કે, અલંકાર ટાવરમાં આવેલા ખંડેર જેવા બેઝમેન્ટમાં એક લાશ પડી છે. જેથી પોલીસ બાતમીના આધારે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં બેઝમેન્ટમાં લાલ રંગના નાયલોનની દોરી જેવી વસ્તુથી પગ બાંધેલી હાલતમાં એક લાશ દેખાઈ હતી. લાશની તપાસ કરતાં લાશ ગુમ થયેલા દક્ષ પટેલની હોવાનું સામે આવ્યું હતું. દક્ષ પટેલને કોઈ અજાણ્યા શખસ દ્વારા પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *