ગરબા રમી ઘરે ફરતા પરિવારને થયો કાળનો ભેટો, પુરપાટ ઝડપે ડમ્પરઆવ્યું અને… LIVE દ્રશ્યો જોઇને ચોંકી ઉઠશો

અમદાવાદ(Ahmedabad): અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. એવામાં ઘણી વાર બીજાની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. નવરાત્રિ (Navratri)ના તહેવારમાં રાતે ઘરે જતાં દંપતીને ડમ્પરે(Dumper) ઉડાવ્યું હતું. આ અકસ્માતમાં બન્નેને ઇજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અગે બોપલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

રુવાંડાં બેઠા કરી દેતાં CCTV:
મળતી માહિતી અનુસાર, એક્ટિવા સવાર દંપતી શેલા પાસેના વીઆઇપી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક ડમ્પરે બન્નેને અડફેટે લીધા હતા. ત્યારે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાઈ છે કે, કેવી રીતે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે એક્ટિવાસવાર દંપત્તિને ફૂટબોલની જેમ ફંગોળી દીધા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

અકસ્માતની ઘટનાના સીસીટીવી વાયરલ:
આ ઘટના શહેરના બોપલ વિસ્તારની છે. તેમજ આ અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હાલ આ અંગે પોલીસે વધુ કાર્યવાહી ધરી છે. પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે દંપતીને અડફેટે લઈ ફૂટબોલની માફક ઉછાળીને 15 ફૂટ દૂર ફેક્યા હતા. ઘટના બાદ ડમ્પર ચાલકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *