જ્યારે-જ્યારે તહેવારો નજીક આવે છે ત્યારે-ત્યારે દુર્ઘટનાની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળે છે. ઉતરાયણ, દિવાળી અથવા નવરાત્રી અને જન્માષ્ટમી હોય કે હોળીનો તહેવાર હોય કોઈ પણ તહેવારમાં દુર્ભાગ્યે અકસ્માત જેવા બનાવ સર્જાતા હોય છે. જેના કારણે તહેવારનું ખુશી માતમમાં છવાય જાય છે.
તહેવારોના આનંદની વચ્ચે અમુક પરિવારજનોની સાથે એવી ઘટનાઓ બની જતી હોય છે કે, તે તહેવાર હંમેશા માટે યાદ રહી જાય છે. આવી ઘટના બીજા લોકો માટે હચમચાવી દેતી સાબિત થતી હોય છે. હાલ કંઈક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે.
મિતેશભાઇના સાત વર્ષના દીકરા સાથે તહેવારમાં આવીજ કંઈક ઘટના બની છે. મિતેશભાઇ પરિવાર સાથે સિંગદાડ વિસ્તારમાં આવેલ નીલકંઠ એપાર્ટમેન્ટના બીજા માળે રહે છે. મિતેશભાઇનો સાત વર્ષનો દીકરો અથર્વ ઘરની ગેલેરીમાંથી પાણી ભરેલી કોથળી નીચે ફેંકી રહ્યો હતો ત્યારે જ અચાનક પગ લપસવના કારણે કાબુ ગુમાવતા તે બીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાયો હતો.
આ ઘટનાને પગલે સાત વર્ષના બાળકને ગંભીર ઈજા થઇ હતી. બાળકોને હોળીના તહેવારની પહેલેથી જ ખૂબ જ વધારે ઈચ્છાઓ હોય છે. તહેવાર આવે તે પહેલાજ પાણીની પોટલીઓ ફોડતા અને રમતા જોવા મળે છે. પિચકારી અને પાણીનું નામ સાંભળતા જ બાળકોના મનમાં હોળી રમવાની ઈચ્છા થાય છે.
નીચે પડતાની સાથે જ ત્યાં લોકોની ભીડ ભેગી થઇ ગઈ હતી. ત્યારબાદ અથર્વને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. અથર્વને બીજા માળેથી પડતા માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી છે. અથર્વને હાથ અને પગમાં પણ ઘણી ઇજાઓ થઇ છે. ડોક્ટર સાથે વાત કરતા તેને કહ્યું કે અથર્વને રિકવર થવામાં વાર લાગશે. સારી વાત એ છે કે, અથર્વનો જીવ બચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.