ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ ટી-20 કેપ્ટન મિતાલી રાજે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. મિતાલીએ ભારતીય ટીમનું 32 ટી-20માં નેતૃત્વ કર્યુ છે. જેમાં ત્રણ મહિલા વર્લ્ડ ટી-20 વર્લ્ડ કપ પણ સામેલ છે. તેમાં વર્ષ 2012 શ્રીલંકા, વર્ષ 2014 બાંગ્લાદેશ અને વર્ષ 2016 ભારત પણ સામેલ છે.
તે ભારતની પહેલી એવી કેપ્ટન છે જેણે ભારતની પહેલી મહિલા ટી-20 જેનું આયોજન વર્ષ 2006માં તેની કેપ્ટન્સી કરી હતી. તે દરમિયાન ટીમે ઇંગ્લેન્ડને માત આપી હતી.
BREAKING: Mithali Raj calls curtains on an illustrious T20I career! pic.twitter.com/iNfcSbdeHM
— ICC (@ICC) September 3, 2019
મિતાલી તે બાદ 8 મેચ રમી ચુકી છે જ્યાં તેણે કુલ 2364 રન બનવ્યાં છે. જે કોઇ ભારતીય મહિલા દ્વારા ટી-20મા સૌથી વધુ રન છે. મિતાલી પહેલી એવી ભારતીય મહિલા ક્રિકેટર છે જેણે ટી-20માં 2000 રન બનાવ્યાં છે.
મિતાલી રાજે કહ્યું કે, હું ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું વર્ષ 2006થી નેતૃત્વ કરી રહી છું. હવે હું ટી-20થી નિવૃતિ લેવા માંગુ છું કારણ કે હવે હું મારી એનર્જી વર્ષ 2021માં વન ડે વર્લ્ડ કપ માટે બચાવી રાખવા માગુ છુ. મારુ સપનુ છે કે હું આપણા દેશ માટે વર્લ્ડ કપ જીતું. મારા ક્રિકેટ કરિયરના સપોર્ટ માટે બીસીસીઆઇનો આભાર માનુ છું. હું ભારતીય ટીમને સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે શુભેચ્છા આપુ છું.
જણાવી દઇએ કે મિતાલી રાજ ભારતની પહેલી મહિલા ટી-20 કેપ્ટન છે. સાથે જ તે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી 2000 રન બનાવનાર પ્રથમ ખેલાડી પણ રહી છે. તેણે આ ઉપલબ્ધિ રોહિત શર્મા અને વિરાટ કોહલી પહેલાં હાસેલ કરી હતી.
ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન રહી ચૂકેલી મિતાલી રાજે આજે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. મિતાલી 32 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશી કરી ચૂકી છે.
મિતાલી રાજે ત્રણ વખત આઇસીસી મહિલા વર્લ્ડ ટી20માં ભારતની કેપ્ટનશીપ કરી છે. 2012, 2014 અને 2016 આઇસીસી મહિલા વર્લ્ડ ટી20માં ભારતીય ટીમની કેપ્ટન રહી ચૂકી છે. 2006માં જ્યારે ભારતીય મહિલા ટીમે જ્યારે તેને પોતાની પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી ત્યારે મિતાલી જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન હતી.
મિતાલી રાજના કેરિયરની વાત કરીએ તો, મિતાલીએ 88 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી છે, જેમાં તેને 2364 રન બનાવ્યા છે. ટી20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારી ખેલાડી મિતાલી રાજ જ છે. એટલું જ નહીં ટી20માં ભારત તરફથી સૌથી પહેલા 2000 રન પણ મિતાલીએ જ પુરા કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.