માસ્ક ન પહેરવા પર સામાન્ય પ્રજાને 1000 રૂપિયાનો તોતિંગ દંડ અને મંત્રી-ધારાસભ્યોને નજીવી કિંમતનો દંડ…

હાલમાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે. વિધાનસભાના ચાલુ સત્રમાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો અર્થ એવો થયો કે ગુજરાત સરકારના નિયમો અને નિર્ણયો વિધાનસભાને લાગુ નથી પડતા. કારણ કે, સામાન્ય પ્રજાને માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 1000નો દંડ ફટકારવામાં આવે છે.

જ્યારે મંત્રીઓ અને ધારાસભ્યો જો માસ્ક ન પહેરે તો માત્ર રૂપિયા 500નો જ દંડ નક્કી કરવામાં આવ્યો છે. આ દરમિયાન દંડના આ બેવડા ધોરણો જોતા વિધાનસભા ગુજરાત બહાર હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે હાલમાં ચાલી રહેલું વિધાનસભાનું સત્ર ટૂંકાવી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. આ અંગેનો નિર્ણય કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવામાં આવશે.

તાજેતરમાં જ રાજ્યમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના જીતેલા ઉમેદવારો અને પદભાર સંભાળનારા લોકો હાલના સમયમાં કોરોનાના તમામ નિયમો નેવે મૂકીને પદભાર સંભાળી રહ્યા છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકામાં નવા નીમાયેલા પ્રમુખો અને ઉપપ્રમુખો સહિતના પદાધિકારીઓ દ્વારા હાલમાં સત્તા મળ્યાના ઉત્સાહમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમના સ્વાગતના કાર્યક્રમોમાં ભીડ ભેગી થઈ રહી હોવા છતાં તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ, સામાન્ય જનતાને આકરો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આમ છતાં ઘણા લોકો માસ્ક પહેરતા ન હતા. માસ્ક ન પહેરવા પર સૌથી પહેલા 100 રૂપિયા દંડથી શરૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં ઘણા લોકો માસ્ક પહેરતા ન હતા. ત્યારબાદ માસ્ક ન પહેરવાનો દંડ 1 હજાર કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં ડિસેમ્બર સુધી માસ્ક ન પહેરનાર પાસેથી 114 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. સૌથી વધુ દંડ 30 કરોડ રૂપિયા અમદાવાદમાં વસૂલવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરતમાં 11 કરોડ, ખેડામાં 8 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ દરમિયાન સૌથી ઓછો દંડ ભરનાર જિલ્લો ડાંગ હતો. ડાંગમાં 23 લાખની વસૂલાત કરવામાં આવી હતી.

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંક 1000ની નજીક પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 954 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. જેમાં હાલની વાત કરીએ તો સૌથી વધારે કેસ સુરત અને ત્યારબાદ અમદાવાદમાં વધ્યા છે. જેમાં સુરતમાં કુલ 292 પોઝિટિવ કેસ, વડોદરામાં 107 અને રાજકોટમાં 80 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને પગલે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે ઉપરાંત ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂની મુદત પણ વધારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *