ભુજ(ગુજરાત): તાજેતરમાં ભુજ(Bhuj)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં કૃષ્ણભગીનીએ કકરવા(Kakarva) માલધારીનું બન્ની(Bunni) વિસ્તારમાં ઘેટા-બકરાના ચરિયાણ વેળાએ જીવ લીધો હતો. આ ઉપરાંત, દસ મહિના પહેલા તેના યુવાન પુત્રનું પણ વિજળીના કારણે જ મોત નીપજ્યું હતું. કકરવાનો માલધારી(Maldhari) ઘેટા બકરા ચરાવવા માટે ખાવડા(khavda) વિસ્તારમાં હતો ત્યારે વિજળી ત્રાટકી હતી જેના લીધે તેનુ મોત નીપજ્યું હતું.
જાણવા મળ્યું છે કે, ભાદરવામાં મોડેથી મહેર વરસાવી પણ કચ્છમાં અનેક પરીવારો પર વિજપ્રતાપનો કહેર પણ બની રહ્યો છે. ભચાઉ તાલુકાના કકરવા ગામના માલધારી ઘેટા બકરા ચરાવવા માટે બન્ની વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી ગયેલા સાજણ ડાહ્યા રબારીનું વિજળી પડવાને કારણે મોત નીપજ્યું હતું.
બન્ની વિસ્તાર પશુઓના ચરીયાણ માટે સારો હોવાથી કકરવા મુકી માલધારી સાજણ રબારી પોતાના ઢોર-ઢાંખર લઇ બન્ની વિસ્તારમાં ગયા હતા અને આ દરમિયાન તેના પર વિજળી પડી હતી. જાણવા મળ્યું છે કે, દસ મહિના પહેલા સાજણ રબારીની 17 વર્ષનો પુત્ર મશરૂ રબારીનું પણ માવઠામાં વિજળીના કારણે મોત નીપજ્યું હતું. આમ, પિતા-પુત્રનું વિજળીના કરંટના કારણે મોત નીપજતા કકરવા અને પરિજનોમાં અરેરાટી ફેલાઇ ગઈ હતી. ભાદરવા દરમિયાન વિજળી પડવાના અનેક બનાવો નોંધાઇ ચુકયા છે જે કરૂણતા ઉપજાવે તેવા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.